GSTV
Home » News » શિક્ષણમંત્રી શરમ કરો! સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ ભુપેન્દ્રસિંહનું ભેદી મૌન

શિક્ષણમંત્રી શરમ કરો! સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ ભુપેન્દ્રસિંહનું ભેદી મૌન

Surat fire bhupendrasinh

ગઇ કાલે સુરતમાં બનેલી આગની ગોઝારી ઘટના પછી તંત્ર અને સરકારની નિષ્ફળતા ઉજાગર થઇ છે. જેથી સરકાર અને સ્થાનિક તંત્ર ઉંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે છેલ્લા લાંબા સમયથી વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી પ્રવર્તી રહિ છે. ખાસ કરીને ગઈકાલની સુરતના અગ્નિકાંડ માટે મુખ્ય જવાબદાર એવા શિક્ષણમંત્રીએ નૈતિક ફરજ સમજીને રાજીનામું આપવું જોઇએ તેવો સુર ઉઠી રહ્યા છે.ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ ફીથી માંડીને ટ્યુશન ક્લાસીસ સુધીની બેદરકારીઓની અનેક ઘટનાઓને કારણે ભીંસમાં મુકાઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, મુખ્યમંત્રી રૂપાણી સુરત ગયા પણ શિક્ષણમંત્રીએ સાથે જવાનું પણ યોગ્ય સમજ્યું નહિં.

શિક્ષણમંત્રીનો જાડી ચામડીનો ચહેરો સામે આવ્યો

એક બાજુ સુરતમાં બાળકો જીવતા ભૂંજાઈ ગયા ત્યારે રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ડાયરાની મોજ માણી રહ્યા હતા. શિક્ષણમંત્રીએ સુરતમાં કેમ્પ કરીને બાળકોની બચાવ કામગીરી અને પરિવારજનોને સધિયારો આપવા માટે જવું જોઈએ તેના બદલે તેઓ ડાયરાની મોજ લેતા જોવા મળ્યા હતા. શિક્ષણમંત્રીનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ રોષ પ્રગટ કર્યો હતો. તેમાં પણ હદ તો ત્યારે થઈ કે, જ્યારે મીડિયાએ આ ઘટના અંગે શિક્ષણમંત્રીને સવાલ કર્યો તો તેમણે દોષનો ટોપલો ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર પર ઢોળી દીધો હતો

શિક્ષણ ફી મુદ્દે હાથ ઉંચા કરી દેતા વાલી-વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાયા

ભુપેન્દ્રસિંહ જ્યારથી રાજ્યનાં શિક્ષણ પ્રધાન બન્યા ત્યારથી વાલી-વિદ્યાર્થીઓ તોબા પોકારી ગયા છે. શિક્ષણ ફીનો કાયદો હોય કે શાળા સંચાલકો સામે પગલાં ભરવાના હોય કે પછી ટ્યુશન ક્લાસીસોમાં લાગતી આગ અંગે પગલા ભરવાના હોય દરેક બાબતે શિક્ષણ પ્રધાન નિષ્ફળ થયા છે. ગુજરાત સરાકારે ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો પરંતુ વાલીઓને નિર્ધારિત કરેલી ફી ભરવી પડે તે અંગેની વ્યવસ્થા શિક્ષણમંત્રી કરી શક્યા નથી. ફી મામલે પણ શિક્ષણમંત્રી વારંવાર હાથ ઉંચા કરીને એફઆરસીને જવાબદાર ઠેરવી રહ્યા છે. મોટા ભાગની શાળાઓ શિક્ષણમંત્રી કે ફી નિર્ધારણના કાયદાની પરવા કર્યા વિના આડેધડ લૂંટ મચાવે છે. જેની સામે વાલીઓ શિક્ષણમંત્રી કે શિક્ષણ વિભાગને રજૂઆત કરે તો તેઓ આંખ આડા કાન કરે છે.

6 મહિનામાં બબ્બે આગની ઘટના છતાં મંત્રી સાહેબ ચૂપ!

નવેમ્બર 2018માં સુરતનાં વેસુ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી. તે સમયે પણ શિક્ષણમંત્રીએ સમય સુચકતા વાપરીને રાજ્યના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસની ફાયર સેફ્ટી અને વિદ્યાર્થીની સુરક્ષા અંગે પગલા લેવાને બદલે તપાસ કરવાની ખાતરી આપી બેસી રહ્યા હતાં. ત્યારબાદ અમદાવાદના એક ટ્યુશન ક્લાસમાં પણ આગ લાગી હતી, ત્યારે પણ શિક્ષણમંત્રી ઉંઘતા ઝડપાયા છે. છેલ્લા છ મહિનામાં સુરત અને અમદાવાદના ટ્યુશન ક્લાસીસમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે આગની ઘટનાઓ બની હોવા છતાં શિક્ષણમંત્રી નક્કર પગલા ન લેતા ગઈકાલે સુરતમાં સમગ્ર દેશને હચમચાવતો અગ્નિકાંડ થયો હતો. જેની નોંધ ખુદ પીએમ મોદીએ લીધી છે.

આ સિવાય હાલ ગુજરાત હાઈકોર્ટમાં તેમના ધારાસભ્યપદને પડકારતી પિટીશન પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કોર્ટે ભૂપેન્દ્રસિંહને ફટકાર લગાવી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ચૂંટણી અધિકારી સામે પણ પગલા લેવાનો આદેશ કર્યો હતો. આમ હાલ તેઓ ધારાસભ્યપદ મામલે પણ ભીંસમાં મુકાયેલા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel

અમદાવાદમાં સ્કૂલ રીક્ષા અને સ્કૂલવાનના ચાલકોની ગુરૂવારે હડતાળ

Mansi Patel

શિખર ધવનનો ઈમોશનલ મેસેજ, વીડિયો નાખીને વર્લ્ડકપને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!