GSTV
Home » News » ભારત રત્ન મેળવનારને એક પણ રૂપિયો મળતો નથી, પણ મળે છે આ સુવિધાઓ

ભારત રત્ન મેળવનારને એક પણ રૂપિયો મળતો નથી, પણ મળે છે આ સુવિધાઓ

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને આઠ ઓગષ્ટના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારત રત્ન આપવામાં આવશે. રાજનીતિજ્ઞ નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત આ સમ્માન આપવામાં આવશે. મહત્તવનું છે કે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા અને રમતમાં પોતાનું યોગદાન આપનારને દર વર્ષે ભારત સરકાર દ્વારા આ સર્વોચ્ચ નાગરિક સમ્માન આપે છે. પરંતુ શું તમને ખબર છે કે આ સમ્માનની સાથે વ્યક્તિને કઈ સુવિધાઓ મળે છે.

નથી મળતી કોઈ રકમ

ભારત રત્ન મેળવનારને સરકાર તરફથી એક પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. મેડલ પર એક સૂર્ય બનેલો હોય છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં પીપળાના પાંદડાના આકારની એક આકૃતિ હોય છે. આ મેડલ પર હિંદીમાં ભારત રત્ન લખેલુ હોય છે. આ સમ્માનની સાથે કોઈ પણ રકમ આપવામાં આવતી નથી.

ફ્રી મુસાફરીની સુવિધા

ભારત રત્ન મેળવનારને ભારત સરકાર દ્વારા કેટલાંય પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તેમાથી ખાસ છે કે તે વ્યક્તિ માટે રેલવેની યાત્રા મફત હોય છે. તેની સિવાય દિલ્હી સરકાર તેમને ખાસ ફ્રી બસ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

વોરંટ ઓફ પ્રિસિડેંસમાં મળે છે જગ્યા

ભારત રત્ન મેળવનાર વ્યક્તિને સરકાર વોરંટ ઓફ પ્રિસિડેંસમાં જગ્યા આપે છે. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે. જ્યારે પ્રોટોકોલને ફોલો કરવામાં આવે છે ત્યારે તેમને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપપ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા સ્પીકર, કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી અને સંસદના બંને સદનોમાં વિપક્ષના નેતાની પછી જગ્યા મળે છે.

વિજિટિંગ કાર્ડ પર લખી શકો છો સમ્માનનું નામ

ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિ વિઝિટિંગ કાર્ડ પર સમ્માનનું નામ લખી શકો છો. તેની પણ એક રીત છે તમે પોતાના કાર્ડ પર રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સમ્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા જ લખી શકો છો.

READ ALSO

Related posts

વિશ્વના 10 સૌથી મોટા યુદ્ધોમાં સામેલ છે કચ્છનું આ યુદ્ધ, આજે શહિદોને શ્રદ્ધજલિ અપાઈ

Nilesh Jethva

પાણી માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા

Nilesh Jethva

ઠંડીની ઋતુમાં તલનાં સેવનથી મળે છે શરીરને ઉર્જા, જાણો તેનાં ગુણકારી ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!