GSTV

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Last Updated on June 22, 2021 by Zainul Ansari

કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવશે. પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે તમામ નિયમિત વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટેની સમસ્યા ઉભી હતી.

પરીક્ષા

જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરીને 60ના વર્ગમાં હવે 75 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યસ્વ્થા કરવામાં આવી છે. જેથી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, એટલે કે 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉભો હતો.

જેના નિવારણના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા 60ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી છે. શૈક્ષણિક વર્ષ 2021-22, ધોરણ 9 અને 11 તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 10 અને 12 માટે આ મંજૂરી માન્ય રહેશે.

મહત્વનું છે કે માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે.

પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના ધો. 12ના પરિણામ ટૂંક સમયમાં જ જાહેર થવાના છે ત્યારે એ પહેલાં જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ પણ www.gseb.org પર મૂકવામાં આવી છે.

તારીખ 23 થી ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી પરીક્ષાના ઉમેદવારો ગુજકેટ-2021ની પરીક્ષાનું ફોર્મ 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકશે. એ માટે ઉમેદવારે રૂપિયા 300 પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇ પણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાઈ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી બાદ વડાપ્રધાન મોદીએ CBSE પરીક્ષાને લઇને લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર અસમંજસમાં મૂકાઇ ગઇ હતી. PM મોદીએ CBSE ની પરીક્ષા અંગે લીધેલા નિર્ણય બાદ મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રી સહિતના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જ્યાર બાદ ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ધો. 12 ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ રજૂ કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવારો માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર જ પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ જો કોઈ પણ વિદ્યાર્થી પરિણામથી અંસતુષ્ટ હશે તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં જ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.’

ધોરણ 10-12નાં ગુજરાત બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના રિપિટરોની પરીક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે અવઢવમાં હતા. જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોની પરીક્ષા લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને માસ પ્રમોશન નહીં મળે. ધોરણ 10 અને 12ના વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના રિપિટરની પરીક્ષા આગામી 15મી જુલાઇથી લેવાશે. આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!