GSTV
India News ટોપ સ્ટોરી

રાહતના એંધાણ / ખાદ્યતેલના ભાવમાં થશે ઘટાડો, સરકારે 2 વર્ષ માટે કસ્ટમ ડ્યુટી કરી નાબૂદ

દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે જેના પગલે ગરીબથી લઈને મધ્યમવર્ગીય પરિવારની કમરતોડી નાખી છે. આ સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પર એક મોટો નિર્ણય લીધો છે સરકારે 2 વર્ષ માટે કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. કૃષિ અને મૂળભૂત ડ્યુટી અને વિકાસ ઉપકર પણ નાબૂદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલના બે નાણાકીય વર્ષ (2022-23, 2023-24) માટે દર વર્ષે 20 લાખ મેટ્રિક ટનની આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચર બેઝિક ડ્યુટી અને ડેવલપમેન્ટ સેસ નાબૂદ કરવામાં આવ્યો છે. એટલે કે, આ કર ચૂકવ્યા વિના ખાદ્ય તેલની આયાતને મંજૂરી આપવામાં આવશે. માનવામાં આવે છે કે આનાથી ગ્રાહકોને મોટી રાહત થશે.

પેટ્રોલ

સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ હતો ઘટાડ્યો

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવમાં રાહત આપી છે. સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 સાત રૂપિયા સસ્તું થયું છે. બીજી તરફ એલપીજીના ગેસમાં પણ 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી આપવાની ઘોષણા કરી હતી જેમાં વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડરો પર સબસિડી આપવામાં આવશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah

વડની ડાળીએ લટકવાનું કામ વાંદરાઓનું છે, ગૃહમંત્રીનું નથી : ગોપાલ ઈટાલિયાનું આકરું રીએક્શન

pratikshah
GSTV