મોંઘવારીના અસહ્ય માર વચ્ચે રાજકોટમાં ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2,590 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2,425 રૂપિયાએ પહોંચ્યો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

નોંધનીય છે કે, સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2425 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાંથી માંગ વધવાને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.
નોરતાના પ્રથમ દિવસે જ પેટ્રોલ 100ને પાર
મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક બળબળતો ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર ભડકો થયો છે. અમદાવાદમાં નોરતાના પ્રથમ દિવસે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચ્યું છે. ગઈ કાલે પેટ્રોલનો ભાવ 99.71 રૂપિયા હતો. જે વધીને હવે 100 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલની કિંમત 98.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. સતત પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે લોકો અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે.

દેશમાં સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો
અત્રે નોંધનીય છે કે, દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. સરકારી ઑઈલ કંપનીઓએ પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસા અને ડીઝલ પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની કિંમતોમાં સામાન્ય ઘટાડો છતાં દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મોંઘવારીનો બળબળતો ડામ ઝીંકી દેવાયો છે. દિલ્હીમાં પેટ્રોલના પ્રતિ લિટરે 103.24 રૂપિયા થયો જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરનો ભાવ 91.77 રૂપિયાએ પહોંચ્યો છે.

ઓઈલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં રાહતની કોઈ આશા નથી
મોંઘવારી સહન કરી રહેલી જનતા પર રોજ ભાવવધારાનો ડામ સહન કરવાની નોબત આવતી હોય છે. આજે પણ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસા અને ડીઝલના લિટરના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે. ઓઈલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં રાહતની કોઈ આશા નથી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશ પાસે ભાવ વધારવા સિવાય કોઈ ઉપાય નથી. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત વધારો થવાને લીધે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પર આનો વધારો ઝીંકે છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવે અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય તેલના ભાવ 2014 પછીના સૌથી ઊંચા સ્તર પર છે. વૈશ્વિક બેંચમાર્ક બ્રેંટ 81 ડૉલર પ્રતિ બેરલના પાર છે. જેના કારણે દેશભરમાં ઈંધણના ભાવમાં વધારા સાથે પેટ્રોલ અને ડીઝલ પરની મોંઘવારી અટકી નથી રહી.
READ ALSO :
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ