GSTV

ખાદ્યતેલના ભાવમાં ફરી ઉભરો / 3 જ દિવસમાં સિંગતેલ-કપાસિયાના ભાવ આસમાને, જાણો ડબ્બે કેટલાનો વધારો?

edible oil

Last Updated on September 18, 2021 by Dhruv Brahmbhatt

તહેવારોની સિઝન પૂર્ણ થઈ ગઇ હોવા છતાં ખાદ્યતેલોમાં ફરી એક વાર વધારો નોંધાયો છે. ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો વધારો નોંધાયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા 15નો વધારો ઝીંકાયો હતો. જેના લીધે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2,405થી લઈને 2,455 રૂપિયાના ભાવે માર્કેટમાં વેચાતો થયો હતો. સિંગતેલના ડબ્બામાં રૂ. 20 વધતા રૂપિયા 2,535થી લઈને 2,585 રૂપિયા સુધીના સોદા થયા હતાં.

કપાસિયા

લોકોના ખિસ્સા પર તેની ભારે અસર જોવા મળી રહી છે

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. છેલ્લાં ઘણાં દિવસોથી કપાસિયા તેલ પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણોસર લોકોના ખિસ્સા પર તેની ભારે અસર જોવા મળી રહી છે. તેમ છતાં આ ભાવને કાબૂમાં કરવા પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું અધિકારીઓ કહી રહ્યાં છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મૂકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.

READ ALSO :

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!