GSTV
Gujarat Government Advertisement

સરકાર મૂંગીમંતર/ ખાદ્યતેલોની માંગમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો છતાં ભાવમાં 25 ટકાનો વધારો, ગરીબોને પાણીમાં વઘાર કરવો પડે તેવા ભાવ

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

દેશના અનેક રાજ્યોમાં લૉકડાઉન સહિતઅન્ય આકરા પગલાના કારણે ખાદ્યતેલોની માંગમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હોવા છતાં સટ્ટાકીય કામકાજોના પગલે તેના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. જ્યારે ગરીબ લોકો માટે ખાદ્યતેલોની ખરીદી પડકાર સમાન બની ચૂકી છે. કોરોના સંક્રમણમાં વધારો થતા મોટા ભાગના રાજ્યોમાં લૉકડાઉન સહિત અન્ય પ્રતિબંધોના કારણે હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેતા ખાદ્ય તેલોની માંગમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં ય તેના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. જો કે, આમ પણ છેલ્લા એક વર્ષથી ખાદ્ય તેલોના ભાવમાં તેજીનું તોફાન જારી જ છે. જેના કારણે પગલે હાલના કપરા કાળમાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા સાથે ગરીબ લોકો માટે તો તેની ખરીદી એક યક્ષ પ્રશ્ન સમાન મુદ્દો બની જવા પામી છે.

તેલ

બજારના વર્તુળોના જણાવ્યા મુજબ ખાદ્યતેલોના ભાવ વધારા પાછળનું મુખ્ય પરિબળ સટ્ટાકીય કામકાજો છે. આ સટ્ટાખોરી માત્ર ભારતમાં જ નહી બલકે વિદેશના બજારોમાં પણ જોવા મળે છે. તેના પગલે ખાદ્યતેલોના ભાવ સતત ઉછળતા રહ્યા છે. વૈશ્વિક કોમોડિટી બજારોમાં સૌથી વધુ સટ્ટો અમેરિકામાં ચાલી રહ્યો છે. અમેરિકામાં સટોડિયાઓ દ્વારા મોટા પાયે લોંગ પોઝિશન ઉભી કરીને કૃત્રિમ રીતે સટ્ટાકીય માંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે જે તે જણસની માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલન ઉભું થતા ભાવમાં સતત વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં તેજીની અસર ભારતીય બજાર પર પડી છે. ભારતમાં પોતાની ખાદ્યતેલોની જરૂરિયાત માટે મોટા પાયે આયાત પર નિર્ભર છે.

સીંગતેલ

ભારતમાં ખાદ્ય તેલોની જરૂરિયાતના ૭૦ ટકા જેટલા આયાત થાય છે જેના કારણે વૈશ્વિક તેજીના કારણે ભારતમાં પણ તેના ભાવ વધ્યા છે. ખાદ્ય તેલોમાં ઉદ્ભવેલ તેજીને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘે સરકાર સમક્ષ સટ્ટાકીય કામકાજો પર અંકુશ મુકવા સાથે તમામ પ્રકારના તેલ- તેલીબીયાના વાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. મહાસંઘે સરકારોને જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે માંગમાં ઘટાડો થવા છતાં ભાવમાં વધારો એ કૃત્રિમ તેજી જ છે. જો સરકાર તેલ- તેલિબીયાના વાયદા પર પ્રતિબંધ નહિ મૂકે તો આગામી સમયમાં નવા ઉંચા ભાવ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!