GSTV
Home » News » ઇડાઇ વાવાઝોડાએ સર્જી તારાજી, આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા

ઇડાઇ વાવાઝોડાએ સર્જી તારાજી, આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા

મધ્ય-દક્ષિણ આફ્રિકામાં ઇડાઇ વાવાઝોડાએ મોતનું તાંડવ સર્જ્યુ છે. ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તારાજીના બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝિમ્બામ્બેમાં 300 લોકોના મોતની પુષ્ટી કરી દેવાઇ છે. જ્યારે કે મોઝામ્બિકમાં એક હજાર લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

આફ્રિકા ખંડમાં આવેલા ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવીમાં કુદરતે એવી તે થપાટ લગાવી કે જેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. અહીં ગત સપ્તાહે 177 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલાં વિનાશક ઇડાઇ વાવાઝોડાના કારણે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. ઝિમ્બાબ્વે સરકારના પ્રધાન જુલાઇ મોયોએ જણાવ્યું કે કેટલાક મૃતદેહ પાણીમાં તણાઇને મોઝામ્બિક સુધી પહોંચી ગયા.  ઝિમ્બાબ્વેના સૂચના મંત્રાલય મુજબ ઓછામાં ઓછા 217 લોકો ગુમ છે. જો કે સૌથી વધુ અસર મોઝામ્બિકમાં વર્તાઇ છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસીએ વાવાઝોડાને માનવતાની સૌથી માટી આફત ગણાવી છે. અને કહ્યું કે મોઝામ્બિકમાં 1000 લોકોના મોત થયાની આશંકા છે. તેમજ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારે તાત્કાલીક મદદ માટે 3,455 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. મોઝામ્બિકના માનીકલેન્ડ, માસવિંગો અને પૂર્વ પ્રાંતના માશોનલેન્ડમાં મોટા પાયે નુકસાન થયું છે. સૌથી વધુ પ્રભાવિત ચિમાનીમની જિલ્લો છે. આ જિલ્લામાં સૌથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે.

અહીં મોટા ભાગના માર્ગો અને પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. વરસાદ અને પૂરના કારણે મકાન ધ્વસ્ત થતાં હજારો લોકો બેઘર બની ગયા છે. સરકારે પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરીને આંતરરાષ્ટ્રીય સહાયતા માટે અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે મોઝામ્બિકમાં 17 લાખ લોકો ઇડાઇ વાવાઝોડાના સીધા માર્ગમાં આવ્યા છે. જ્યારે કે મલાવીમાં 9.20 લાખો પ્રભાવિત થયા છે. ઝિમ્બાબ્વેમાં 20 હજારથી વધારે ઘર ક્ષતિગ્રસ્ત બન્યા છે. રેડક્રોસ સોસાયટી તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5 લાખ વસતી ધરાવતું બેરા શહેર અંદાજિત 90 ટકા નષ્ટ અથવા ક્ષતિગ્રસ્ત થયું છે. 

આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને મોટાંપાયે વિનાશ થયો છે. લોકોને બચાવવા અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા બાદ રોગચાળો ન ફેલાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. મોઝામ્બિક ઉપરાંત ઝિમ્બાબ્વેમાં પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ આ ત્રણેય દેશોમાં મદદ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અન્ય દેશો પણ આગળ આવ્યા છે. અને રાહત સામગ્રી મોકલાવી રહ્યા છે.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel