GSTV
Home » News » બજારમાં આશાવાદ છે કે નવી સરકાર આગામી પાંચ વર્ષમાં આર્થિક નીતિઓથી દેશને નવી ઊંચાઈએ પહોંચાડશે

બજારમાં આશાવાદ છે કે નવી સરકાર આગામી પાંચ વર્ષમાં આર્થિક નીતિઓથી દેશને નવી ઊંચાઈએ પહોંચાડશે

શેરબજારમાં અત્યારે સ્થાનિક અર્થતંત્ર, નાણાં વ્યવસ્થા, કંપનીઓના ડિફોલ્ટ અને અન્ય અનેક જોખમો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રમાં પણ ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભારના રોકાણકારો બજારમાં જે શેરમાં નફો મળી રહ્યો છે તેમાં નફો બાંધી રહ્યા છે અથવા તો જે કંપનીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે – કે હવે તેમાં વળતર મળશે કે નહી, શેરના ભાવ વધશે કે નહી – તેમાં ખોટ સહન કરીને પણ બહાર નીકળી રહ્યા છે.

આ તારણ, બજારમાં વિવિધ શ્રેણીના રોકાણકારો દ્વારા થઇ રહેલા ખરીદી અને વેચાણના આંકડા ઉપરથી મળ્યું છે. મે મહિનામાં લોકસભાની ચુંટણીના પરિણામના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનું વંટોળ ફુંકાયું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપને સંપૂર્ણ બહુમતિ સાથે નવી સરકાર રચવાનો બીજી વખત મોકો મળ્યો છે. બજારમાં એવો આશાવાદ છે કે નવી સરકાર આગામી પાંચ વર્ષમાં આર્થિક નીતિઓથી દેશને નવી ઉંચાઈઓ સર કરાવશે.

તા. ૪ જુને બીએસઇ સેન્સેક્સ ૪૦,૩૧૨ની સર્વોત્તમ ઉચી સપાટીએ પહોંચી ગયું હતું. આ પહેલા દસ દિવસમાં ત્રણ વખત સેન્સેક્સ ૪૦,૦૦૦ની સપાટી પાર કરી ચુકેલો પણ ઉંચાઈથી નીચે ગબડી જાય છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ છે. અમેરિકા અને ચીન વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડીંગનું યુદ્ધ ચાલી રહ્યું છે. બજાર એકધારી નજરે હવે શું થશે તેની રાહ જોઈ રહ્યું છે. ભારતનો આર્થિક વિકાસ દર પાંચ વર્ષમાં સૌથી નબળો છે અને કેન્દ્ર સરકારની નાણા ખાધ પણ કાબુ બહાર છે.

આ સ્થિતિમાં રિઝર્વ બેન્કે વ્યાજના દર ઘટાડી અર્થતંત્રને વેગ આપવા માટે કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં સતત ત્રણ વખત વ્યાજના દર ઘટાડ્યા છે. વિશ્વના સૌથી મોટા બે અર્થતંત્ર – અમેરિકા અને ચીન – પણ ધીમા પડી રહ્યા છે. ચીનની સેન્ટ્રલ બેંક નાણા પ્રવાહ વધારી અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા પ્રયત્ન કરી રહી છે જયારે અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડશે એ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

આ સ્થિતિમાં વળતર માટે જોક્મી ગણતા શેરબજારમાં ઉથલપાથલ વધી છે. રોકાણકારોને રોજ જણાવવામાં આવે છે કે વિદેશી સંસ્થાઓ ભારતીય બજારમાં નાણા રોકવા ઉત્સુક છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી રોકાણનો પ્રવાહ ઘટ્યો છે પણ હજુ મંદ છે. આ સ્થિતિમાં શેરબજારમાં રોજ વધઘટ સમયે રોકાણકારો શક્તિ અનુસાર અને પોતાને નફો મળતો હોય એવા શેર વેચી નીકળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તા.૨૩મેના રોજ લોકસભાના ચુંટણીના પરિણામ જાહેર થયા ત્યારથી ૩૧ મે દરમિયાનના એક સપ્તાહના ગળામાં સ્થાનિક રોકાણકારોએ રૂ.૨,૩૩૧ કરોડના શેર વેચી નાંખી નફો કે ખોટ બાંધી લીધી છે. એક્ષચેન્જના આંકડાઓ અનુસાર નેશનલ સ્ટોક એસ્ક્ચેંજ ઉપર નોંધાયેલા ગ્રાહકોએ રૂ.૨,૦૯૫ કરોડના અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર ગ્રાહકોએ રૂ.૧૩૬ કરોડના શેરની ચોક્ખી વેચવાલી કરી છે.

દરમિયાન, આ ગાળામાં વિદેશી સંસ્થાઓ દ્વારા રૂ.૬,૧૨૯ કરોડના શેરની ચોક્ખી ખરીદી કરવામાં આવી હતી અને મ્યુચ્યુઅલ ફંડ અને બેંકોએ રૂ.૧૭૬૫ કરોડના શેર વેચ્યા હતા. જૂન મહિના દરમિયાન એક્સચેન્જ ઉપર ગ્રાહકોની વેચવાલી હજુ પણ ચાલુ છે. જુનની તા.૧૩ સુધી ગ્રાહકોએ એનએસઇ ઉપર રૂ.૧,૯૭૧ કરોડ અને બીએસઇ ઉપર રૂ.૧,૨૪૩ કરોડ મળી કુલ રૂ.૩,૨૧૪ કરોડના શેરનું વેચાણ કર્યું છે.

આ સમયગાળામાં વિદેશી ફંડ્સ દ્વારા રૂ.૧,૮૪૧ કરોડ અને સ્થાનિક સંસ્થાઓએ પણ રૂ.૧,૪૪૩ કરોડના શેરનું વેચાણ કર્યું છે. આ દર્શાવે છે કે બજાર તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચ્યું પછી વધુ વેચવાલી આવી છે અને દરેક ઉછાળે નફો બાંધી લેવાની વૃત્તિ જોવા મળી રહી છે.

તા.૨૩ મેથી તા.૧૩ જૂન સુધીના ૧૫ દિવસમાં બન્ને એક્સચેન્જ ઉપર ગ્રાહકોએ રૂ.૫,૪૪૬ કરોડના શેર વેચ્યા છે. સ્થાનિક સંસ્થાઓએ પણ રૂ.૩,૨૦૮ કરોડના શેરનું વેચાણ કર્યું છે જયારે સામે છેડે વિદેશી સંસ્થાઓએ રૂ.૪,૨૮૮ કરોડના શેરની ખરીદી કરી છે જેમાંથી સૌથી વધુ ખરીદી મે મહિનાના ગાળામાં જોવા મળી છે.

Read Also

Related posts

DGGIએ સુરતમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપ્યુ,12%ને બદલે ભરતો હતો 5% ટેક્સ

Mansi Patel

બનાસકાંઠાનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર, તીડ રાજસ્થાન તરફ ગયા

Mansi Patel

એકલી હતી મહિલા, પોલીસે ઘરમાં ઘૂસી કર્યો રેપ, પછી થયું આવું….

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!