GSTV

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

કુંદ્રા

Last Updated on July 25, 2021 by Damini Patel

અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટ પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી રહી છે આ ચકચારનજક કેસની તપાસ હવે એન્ફોર્સમેન્ટ ડિર્પાટમેન્ટ (ઇડી) પણ કરશે એમ કહેવાય છે. બીજીતરફ પત્ની શિલ્પાએ અગાઉ જ કુંદ્રાની વિવાદમાં સપડાયેલી કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હોવાનુ જાણવા મળ્યું છે.

ક્રાઇમબ્રાન્ચના ઓફિસરે શિલ્પા શેટ્ટીના ઘરે છાપો મારીને અમૂઇ ઇલેકટ્રોનિક વસ્તુ જપ્ત કરી હતી. દરમિયાન પ્રોપર્ટી સેલના બે અધિકારીએ શિલ્પાને 20થી 25 શવાલ પૂછયા હતા. પતિ રાજ કુંદ્રાના પૉર્ન ફિલ્મ રેકેટની માહિતી હતી કે કેમ એની પૂછપરછ થઇ હતી.

શિલ્પાએ આપ્યું હતું રાજીનામુ

આ રેકેટમાં સંપડાયેલી કુંદ્રાની કંપનીમાં શિલ્પા અગાઉ સંચાલક હતી. પણ પછી તેણે રાજીનામુ આપી દુધી હતુ. આ કંપનીના આર્થિક વ્યવહારમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાની તપાસ થઇ રહા છે. પોર્નોગ્રાફીથી મળેલા પૈસા શિલ્પાના બેન્કના ખાતામાં જતા થયા છે કે કેમ એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કંપનીની ઓફિસમાં સીસીટીવી ફૂટેજની તપાસણી કરી રહી છે. સર્વરમાંથી અમૂક રેકોર્ટ ડિલીટ કરવામાં આવ્યો છેે. તે ડિલીટ કરનારી વ્યકિતની શોધખોળ કરાય રહી છે. પૉર્ન ફિલ્મમાંથી મળેલા પૈસા કુંદ્રા સટ્ટામાં લગાડતો હોવાનું કહેવાય છે. એની પણ તપાસ શરૂ છેલ્ આ મામલામાં રાજ કુંદ્રાને 27 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.

હવે ઇડી પણ આ કેસની તપાસમાં સામેલ થશે એમ જાણવા મળ્યુ છે. મુંબઇ પોલીસ પાસે કેસની એફઆઇઆર મંગાવવામાં આવી શકે છે. ઇડીના અધિકારી ફેમા મુજબ કુંદ્રાને સમન્સ મોકલી શકે છે. ભાકત અને વિદેશમાં થયેલી આર્થિક વ્યવહારની ઇડી તપાસ કરશે એવી માહિતી મળી છે. કંપનીના સંચાલક અને શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઇ શકે છે.

રાજ પોર્ન નહીં પણ ઇરોટિક ફિલ્મો બનાવે છે : શિલ્પા

પૉર્નોગ્રાફી રેકેટમાં દરરોડ ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી રહી છે. હવે રાજ કુંદ્રાની કંપનીના કાનપુર કનેકશનની પોલીસને જાણ થઇ છે. કાનપુરમાં બે યુવતીના બેન્કના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. આ બંને ખાતાને સીજ કરવામાં આવ્યા છે.

મુંબઇ ક્રાઇમબ્રાન્ચના આદેશ બાદ આ કાર્યવાહી કરાય હતી. આ ખાતામાં બે કરોડ 38 લાખ રૂપિયા જમા હોવાનુ કહેવાય છે. મુંબઇ પોલીસે કુંદ્રા અને તેના 11 સાથીદારના 18 બેન્ક ખાતામાં 7.31 કરોડ રૂપિયા સીજ કર્યા છે.

પોલીસે કુંદ્રાના બેન્કના ખાતાની તપાસણી કરી હતી. ત્યારે તેને ઓનલાઇન સટ્ટામાં કરી હોવાનુ માલૂમ પડયુ હતુ પૉર્ન ફિલ્મમાંથી પૈસાની કમાણી કરીને એનો ઉપયોગ સટ્ટામાં કરાયો હોવાની શંકા છે. તેની ધરપકડ બાદ અમૂક ડેટા ડિલીટ કરાયો હતો. પોલીસ આ ડેટા રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે.દરમિયાન શિલ્પા શેટ્ટીએ પૉર્ન ઍપ કે પૉર્ન ફિલ્મ બાબતે કોઇ માહિતી નથી અને પતિ નિર્દોષ હોવાનુ કહ્યુ હતુ.

ગત ફેબ્રૂઆરી મહિનામાં મલાડના મઢ પરિસરમાં એક બંગલૉમાં પોલીસે છાપો મારતા અશ્લીલ ફિલ્મ બનાવવાના કેરેટની જાણ થઇ હતી. પછી આ ગુનામાં રાજ કુંદ્રાની સંડોવણીની ખબર પડી હતી. અશ્લીલ ફિલ્મથી કુંદ્રા દરરોજ લાખો રૂપિયા કમાતો હતો એવી તેની વૉટ્સઍપ ચૅટમાંથી માહિતી મળી હતી.

Read Also

Related posts

Video: પેન્ટનું બટન અને ઝિપ ખોલીને એરપોર્ટ પહોંચી ગઇ આ એક્ટ્રેસ, જોનારા રહી ગયા હક્કા-બક્કા

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!