GSTV

મધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળા મામલે, ઇડીએ ચાર્જશીટ દાખલ કરી

Last Updated on July 14, 2018 by Mayur

ઈડીએ મધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળાના મામલામાં પહેલી ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ શુક્રવારે વ્યાપમ ગોટાળાના મામલાના કથિત સરગના ડૉક્ટર જગદીશ સાગર અને સંબંધિત પરીક્ષા બોર્ડના બે અધિકારીઓ તથા અન્યો વિરુદ્ધ મની લોન્ડ્રિંગ રોકવાના કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

ઈડીએ કહ્યું છે કે ડૉક્ટર જગદીશ સાગર સિવાય અરવિંદ આયુર્વિજ્ઞાન સંસ્થાનના ભૂતપૂર્વ ચેરમેન ડૉક્ટર વિનોદ ભંડારી અને વ્યાપમ અધિકારી ડૉક્ટર પંકજ ત્રિવેદી અને નીતિન મોહિન્દ્રાને 2505 પૃષ્ઠોની ફરિયાદમાં આરોપી બનાવાયા છે.

આ ફરિયાદ પીએમએલએ અદાલતમાં દાખલ કરવામાં આવી છે. આ મામલામાં ઈડીની આ પહેલી ચાર્જશીટ છે અને ભવિષ્યમાં પૂરક ચાર્જશીટ દાખલ થવાની પણ શક્યતા છે. કારણ કે મામલાની તપાસ હજીપણ ચાલુ છે. ઈડીએ જણાવ્યું છે કે સાગર, ભંડારી, ત્રિવેદી, મોહિન્દ્રા વગેરે એકબીજા સાથે મળીને વ્યાપમ પીએમટી અને પ્રી-પીજી પરીક્ષાઓમાં ઉમેદવારોનો પ્રવેશ નાણાં લઈને કરાવતા હતા.

ઈડીનું કહેવું છે કે સ્ટૂડન્ટ્સ પાસેથી મેળવવામાં આવેલું ધન મની લોન્ડ્રિંગના અપરાધ હેઠળ પ્રાપ્ત કરાયેલા ધનનો મામલો છે. આ નાણાંને આ ચારેયે અન્યોમાં પરસ્પર વહેંચ્યું હતું. એજન્સી દ્વારા રાજ્યના વિશેષ કાર્ય દળની ઘણી એફઆઈઆરને ધ્યાન પર લઈને પોતાની એફઆઈઆરમાં રાજ્યના ભૂતપૂર્વ ઉચ્ચ શિક્ષણ પ્રધાન લક્ષ્મીકાંત શર્મા અને અન્ય 27ને નામજદ કર્યા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં 13.95 કરોડ રૂપિયાની મિલ્કતો જપ્ત થઈ ચુકી છે. સીબીઆઈ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

CM યોગીના 80: 20ની ફોર્મુલા સામે સ્વામી પ્રસાદ મોર્યાએ રજૂ કર્યું પોતાનું અલગ ફોર્મુલા, સપામાં સામેલ થનાર નેતાના કારણે ભાજપને થઈ શકે છે મોટું નુકશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!