GSTV

ફસાયા રાહત: કલ્પના નહિ કરી શકો! ભારતીય સંસ્થા EDએ આ મામલે આપી નોટિસ

Last Updated on January 30, 2019 by

રાહત પર આફત..આ વાત સાચી છે. જાણીતા પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાહત પર વિદેશથી ભારતમાં અમેરિકી ડોલરની સ્મગલિંગ કરવાનો આરોપ છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે EDએ રાહત ફતેહ અલી ખાનને નોટીસ ફટકારી છે. આ નોટીસ વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયીમ FEMA અંતર્ગત આપવામાં આવી છે. રાહત ફતેહ અલી ખાન તપાસ એજન્સીને સંતુષ્ટ જવાબ નહિ આપે તો તેને સ્મગલીંગ કરેલી રકમનાં 300 ટકા પ્રમાણે દંડ ભરવો પડશે. જો તે દંડ નહિ ભરે તો તેની વિરુદ્ધ લુક આઉટ નોટીસ ફટકારાશે. મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ભારતમાં થનારા રાહતનાં આગામી શો પર પ્રતિબંધ લદાઈ શકે છે. શું છે સમગ્ર મામલો આવો વિસ્તૃત જાણીએ.

પ્રવર્તન નિર્દેશાલય ED શું છે?

પ્રવર્તન નિર્દેશાલય ભારત સરકારની તપાસ એજન્સી છે. જ્યારે કોઈ શખ્સ કે વિદેશી કંપની ફેમા એક્ટ (વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ-FEMA) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ PMLAનો ભંગ કરે છે. ત્યારે આ એજન્સી કેસ દાખલ કરે છે. સમગ્ર કેસની તપાસ કરે છે. ઇડી ભારત સરકારનાં મહેસૂલ વિભાગનાં નિયંત્રણ હેઠળ કામ કરે છે.

FEMA એટલે શું?

વિદેશી મુદ્રા પ્રબંધન વિધેયક એટલે કે ફોરેન મેનેજમેન્ટ એક્સચેન્જ એક્ટનો હેતૂ વિદેશ વેપારને સરળ બનાવવાનું છે. આ કાયદાનો હેતૂ વિદેશી ચલણ સંબંધિત ગતિવીધીઓ પર નજર રાખવાનો છે. આ કાનૂનનાં ભંગ બદલ આરોપીને માત્ર દંડ ફટકારવામાં આવે છે. આ કાનૂન પ્રમાણે સંબંધિત શખ્સને નોટીસ પાઠવ્યાનાં 90 દિવસ સુધીમાં દંડ ન ભરે તો તેનો અપરાધ સિવીલ કેટેગરીમાં આવી જાય છે. દોષી ઠેરવ્યા બાદ તે સજાપાત્ર છે.

રાહતનો ગુનો શું છે?

રાહત ફતેહ અલી ખાનને ફેમા એક્ટ ભંગની નોટીસ ફટકારી છે. રાહત પર આરોપ છે કે તેણે વિદેશી નાંણાની તસ્કરી કરી છે. રાહત પર 3 લાખ 40 હજાર અમેરિકન ડોલર એટલે કે અંદાજીત 2 કરોડ 40 લાખ રૂપિયા ગેરકાયદે કમાવવાનો આરોપ છે. આરોપ મુજબ આ રકમમાંથી તેમણે 2 લાખ 25 હજાર ડોલર એટલે કે 1 કરોડ 60 લાખ રૂપિયાની સ્મગલીંગ કરી છે. અગાઉ વર્ષ 2011માં દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવા લાખ અમેરિકી ડોલર સાથે રાહતની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે રાહત પૈસા સંબંધિત કોઈ દસ્તાવેજ રજુ કરી શક્યા નહોતા.તે વખતે પાકિસ્તાની સિંગર સાથે તેનાં મેનેજરની પણ પોલીસે ધરપકડ કરી હતી.

કોણ છે રાહત ફતેહ અલી ખાન?

રાહત ફતેહ અલી ખાન મશહુર પાકિસ્તાની સિંગર છે. પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ફૈસલાબાદ શહેરમાં વર્ષ 1974માં રાહતનો જન્મ થયો હતો. સાત વર્ષની ઉંમેર રાહતે પ્રથમ વખત સ્ટેજ શો કર્યો હતો.રાહત ફતેહ અલી ખાન વંશ પંરપરાગત કવ્વાલ છે. રાહતનો પરિવાર વર્ષોથી સંગીત ક્ષેત્ર જોડાયેલો છે. તેમનાં પિતા ફર્રુખ ફતેહ અલી ખાન પણ સંગીત તજજ્ઞ હતા. રાહતે પોતાનાં કાકા નુસરત ફતેહ અલી ખાન પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી.

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!