GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મોઇન કુરૈશીનો કિલ્લો અને ફાર્મ હાઉસ ટાંચમાં લીધા

એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ઇડી) એ આજે કહ્યું હતું કે તેમણે  વિવાદાસ્પદ માંસ નિકાસકાર મોઇન કુરૈશી અને અન્યોના સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના એક ભાગરૂપે રાજસ્થાનના સરહદી શહેર બિકાનેરમાં આવેલા ેએેક કિલ્લા અને દિલ્હીના એક ફાર્મ હાઉસને ટાંચમાં લીધા હતા.આ સંપત્તિ કુકૈશીની માલીકીની એક શેલ કંપનીના નામે હતી, એમ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે મની લોન્ડરિંગ ધારા હેઠળ આ સંપત્તિને ટાંચમાં લેવાના ઓર્ડર અપાઇ ગયા હતા અને સંપત્તિની કુલ કિમંત રૂપિયા 9.35 કરોડ થાય છે.

‘આ અચળ સંપત્તિ દિલ્હી, રાજસ્થાન, દેહરાદૂન અને ગોવામાં છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં દિલ્હી પાસેના છતરપુરનો એક ફાર્મ હાઉસ અને રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા એક જુનો કિલ્લાનો સમાવેશ થાય છે.શેલ અથવા તો નકલી કંપનીના નામ આ પ્રમાણે છે. એવરશાઇન હોસ્પિટાલિટી પ્રાં.લિ. સ્કાયરાઇઝ ઇન્ફ્રાટેક પ્રા.લિ. એમ્પાયર સેલ્સ પ્રા.લિ. અને  મિલેનિયમ પ્રોપકોન પ્રા.લિ.છે.

સીબીઆઇની એક એફઆઇઆરના આધારે ઇડીએ થોડા વર્ષો પહેલા મોઇન કુરૈશી, તેમની કંપની એએમક્યુ ગુ્રપ, તેમના એક કર્મચારી આદિત્ય શર્મા, ટાઇમેક્સ ગુ્રપના  પ્રદીપ કોનેરૂ, સીબીઆઇના પૂર્વ ડાયરેકટર એ.પી. સિંહ અને અન્ય કેટલાક અજાણ્યા તેમજ સરકારી નોકરો સામે કેસ કર્યા હતા.

આ કેસ અપરાધિક ષડયંત્ર, વિવિધ સરકારી કર્મચારીઓ પર દબાણ લાવવા અને જાહેર સેવકો પર વગ વાપરવા તેમજ સત્તાવાર હોદ્દાનો દુરૂપયોગ સબંધીત કેસ હતા. સીબીઆઇના પૂર્વ ડાયરેકટર એ.પી. સિંહ સહિત કેટલાક લોકો સાથે શંકાસ્પદ સંપર્કના કારણે ઇડી અને સીબીઆઇની નજરમાં તો હતો જ. તેણે પૈસાના બદલામાં ઉચ્ચ અધિકારીઓ સામે સીબીઆઇની તપાસમાં પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો.અગાઉ પણ કુરૈશીની રૂપિયા 3.34 કરોડની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હતી.

READ ALSO

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!