નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગુરૂવારે ફરીથી સમન મોકલ્યું હતું અને જુલાઈના મધ્ય સુધીમાં તપાસમાં સામેલ થવાનું જણાવ્યું હતું. બુધવારે સોનિયા ગાંધીએ બિમારીનો હવાલો આપીને ઈડીને એક પત્ર લખ્યો હતો અને પુછપરછને સ્થગિત કરવા વિનંતી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19માંથી બહાર આવ્યા બાદ સોનિયા ગાંધીની તબિયત સારી નથી. જેના કારણે તેઓ પુછપરછની કાર્યવાહી માટે ઈડી કાર્યાલય જઈ શકે તેમ નથી. સોનિયા ગાંધીનો રીપોર્ટ 2 જૂને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને 12મી જૂને તેમના નાકમાંથી લોહી નીકળતું હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને 23મી જૂને ઈડી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે સોનિયા ગાંધીને નવી તારીખ આપવામાં આવશે.
નોંધનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીની પાંચ દિવસ સુધી પૂછપરછ કરી હતી. બીજી બાજુ ઈડીના આ કાર્યવાહીના પગલે કોંગ્રેસના નેતાએ ઠેર-ઠેર પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
READ ALSO:
- જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી
- દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ
- નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ