GSTV
India News ટોપ સ્ટોરી

ઈડીએ ગાળિયો કસ્યો / ABG શિપયાર્ડની 2500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ બુધવારે એબીજી શિપયાર્ડ લિમિટેડના સ્થાપક અને ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલની ૨૨,૮૪૨ કરોડ રૂપિયાના કથિત બેંક છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યાં બીજી બાજુ ઈડીએ બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસ હેઠળ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એબીજી શિપયાર્ડ લિમિટેડની 2, 747 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) એબીજી શિપયાર્ડ અને તેની અન્ય કંપનીઓ અને તેની સંબંધિત કંપનીઓ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી મિલકતોમાં ગુજરાતના સુરત અને દહેજ સ્થિત શિપયાર્ડ, ખેતી જમીન, પ્લોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિવિધ કોમર્શિયલ અને રહેણાંક જગ્યાઓ અને એબીજી શિપયાર્ડ લિમિટેડ તેની ગ્રૂપ કંપનીઓ અને અન્ય સંલગ્ન કંપનીઓના બેંક ખાતાઓનો પણ સમાવેશ થાય છે.

સીબીઆઇએ આઇપીસી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને પદના દુરુપયોગના આરોપો હેઠળ કંપનીના પૂર્વ અધ્યક્ષ અગ્રવાલ અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આઇસીઆઇસીઆઇ બેંકના નેતૃત્ત્વમાં ૨૮ બેંકો અને નાણાકીય સંસ્થાઓએ કંપનીને લોનની સુવિધા આપી હતી. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા આપવામાં આવેલ ૨૪૬૮.૫૧ કરોડ રૂપિયાની લોન સામેલ છે. ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૨ અને ૨૦૧૭ની વચ્ચે આરોપીઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો. જેમાં ફંડનો દુરુપયોગ અને ગુનાહિત વિશ્વાસઘાત સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોનની રકમનો ઉપયોગ એે ઉદ્દેશો માટે કરવામાં આવ્યો ન હતો જેના માટે લોન આપવામાં આવી હતી.

બેંકોએ સૌપ્રથમ આઠ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ફરિયાદ કરી હતી. જેના સંદર્ભમાં સીબીઆઇએ ૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજ સ્પષ્ટતા માગી હતી. ત્યારબાદ ઓગસ્ટ, ૨૦૨૦માં નવેસરથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારબાદ દોઢ વર્ષ પછી સીબીઆઇએ સાત ફેબુ્આરીએ એફઆઇઆર દાખલ કરી હતી.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV