GSTV

JK/ ફારૂક અબ્દુલા પર EDની મોટી એક્શન, ક્રિકેટ કૌભાંડ મામલે 12 કરોડની સંપત્તિ લીધી ટાંચમાં

Last Updated on December 19, 2020 by Pravin Makwana

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટમાં થયેલા કથિત કૌભાંડ મામલે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલાની સંપત્તિ સીઝ કરી છે. ઈડી તરફથી જેકે ક્રિકેટ એસોશિએશનના ફંડ ગોટાળામાં ફારૂક અબ્દુલાના 2 ઘર, 3 પ્લોટ અને એક પ્રોપર્ટી અટેચ કરી લીધી છે. તેની કિંમત બજારમાં લગભગ 12 કરોડ રૂપિયા બતાવામાં આવે છે.

જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંન્ફ્રેંસના નેતા ફારૂક અબ્દુલાએ જેકે ક્રિકેટ એસોશિએશનના ફંડ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી જે સંપત્તિ સીઝ કરી છે, તેમાં એક પ્રોપર્ટી શ્રીનગરના ગુપકાર રોડ પર આવેલી છે. જ્યારે તનમાર્ગના કટીપોરા તાલુકા અને જમ્મુના ભાટિંડીમાં એક એક પ્રોપર્ટી સામેલ છે. આ ઉપરાંત શ્રીનગરના રેસેડેંસી રોડ વિસ્તારમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી પણ છે. કુલ મળીને 11.86 કરોડ રૂપિયાની આ સંપત્તિ બતાવામાં આવે છે.

આ અગાઉ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોશિએશનના ફંડમાં થયેલી કથિત હેરાફેરીના મામલે ઓક્ટોબરમાં નેશનલ કોન્ફેંસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા સાથે પૂછપરછ કરવા માટે ઈડીએ બોલાવ્યા હતા. ઈડી તરફથી પૂછપરછ માટે નોટિસ મળ્યા બાદ ફારૂક અબ્દુલા ત્યાં પહોંચ્યા હતા. જો કે, ઈડી તરફથી મળેલી નોટિસ બાદ ફારૂક અબ્દુલાએ આરોપ લગાવ્યો હતો કે અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!