નાગરિક્તા સુધારા કાયદાનાં વિરોધમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં હિંસા અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધીઓને લઇને શંકાસ્પદ બનેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને લઇને ખુલાસો થયો છે, ઇડીનાં સૂત્રો અનુસાર PFIનું હેડક્વાર્ટર દિલ્હીનાં શાહીન બાગમાં છે, જ્યાં પ્રદર્શનકારોની ગતિવિધીઓને લઇને લાખો રૂપિયા એકઠા કરવામાં આવે છે.

ઇડીનાં અધિકારીઓએ જાણકારી આપી છે કે, એવો પણ ખુલાસો થયો છે કે, PFIનાં અધ્યક્ષ મોહમ્મદ પરવેઝ અહેમદ સતત આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહ અને ઉદિત રાજ સહિત કોંગ્રેસનાં ઘણા નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આવો ખુલાસો દિલ્હી ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે જ થયો છે.


ઇડીનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે, તપાસમાં એ બહાર આવ્યું છે કે, પરવેઝ અહેમદ માત્ર CAA વિરોધી ગતિવિધીઓમાં જ સામેલ નહતો, પરંતું આપ નેતા સંજય સિંહ સાથે અંગત મુલાકાત, ફોન કોલ, તથા વ્હોટ્સએપ ચેટ દ્વારા સંપર્ક રહ્યો હતો.

ઇડીએ ખુલાસો કર્યો છે કે, PFI સાથે જોડાયેલા 73 બેંક ખાતામાં 120 કરોડ રૂપિયા જમાં થયા છે, 17 અલગ-અલગ બેંકોમાં તેનાં સમર્થકો છે અને મોટાભાગનાં રૂપિયા રોકડમાં લીધા છે. આ લોકો પર આરોપ છે કે, સમગ્ર જમા રકમની બે-તૃતિયાંસ પીએફઆઇનાં હેડક્વાર્ટરમાં રોકડમાં આપી છે, આ હેડક્વાર્ટર શાહીન બાગમાં છે, તેનાં પ્રાદેશિક કાર્યકર્તાઓ સમગ્ર દેશમાંથી એકઠા કરીને દિલ્હીનાં આ હેડક્વાર્ટરમાં આપે છે.

કેન્દ્રીય ગૃહ વિભાગ હાલ ઉત્તર પ્રદેશ અને આસામ સરકાર દ્વારા તેનાં પર પ્રતિબંધ લગાવવાના સૂચન પર વિચાર કરી રહ્યું છે, ઘણા PFI કાર્યકર્તાની CAAનાં વિરૂધ્ધ પ્રદર્શનોમાં હિંસાનાં આરોપમાં ઘરપકડ થઇ છે.

ફક્ત ઉત્તર પ્રદેશમાં જ આવા 100થી વધુ લોકોની ધરપકડ થઇ છે, ઉપરાંત આસામ, તમિલનાડુ, કેરળ અને રાજસ્થાનમાં પણ આવા મામલા નોંધાયા છે. 4 ડિસેમ્બર 2019નાં દિવસે ગૃહ વિભાગે તમામ રાજ્યો પાસે તેનાથી સંકળાયેલા કેસની માહિતી માગી છે.
READ ALSO
- Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ
- કોરોના રસીને લઈને સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, દેશમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન
- પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’
- હવે આ જ બાકી હતું / 55 લાખ રૂપિયામાં વધારી શકાશે એક ઈંચ હાઈટ, નીચી હાઈટ હોય અને રૂપિયા હોય તો તમામ છે દુનિયામાં શક્ય
- વડોદરા/ બુલેટ ટ્રેન માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત, જગ્યાની ફાળવણી કે કિંમતની નથી કરતા સ્પષ્ટતા