GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: EDએ સીબીઆઈ સમક્ષ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, ડ્રગ્સ રેકેટ સાથે રિયાની લિંક હોવાનો દાવો

Last Updated on August 26, 2020 by pratik shah

સુશાંત રાજપુત કેસમાં ED તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ મામલે કેટલાક નવા ખુલાસા થઇ રહ્યા છે. એવા અહેવાલો છે કે રીયા ચક્રવર્તીની લિંક ભારતમાં પ્રતિબંધિત ડ્રગ્સ સાથે હોઇ શકે છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ આ જાણકારી સીબીઆઇ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને આપી છે.

રિયા ચક્રવર્તી

રિયા ડ્રગ્સ લેતી હોવાની વાતને વકીલનો રદિયો

જોકે રીયાના વકીલે ED દ્વારા કરવામાં આવેલા આ દાવાને નકાર્યા હતા અને કહ્યું હતું કે રીયાએ ક્યારેય પણ ડ્રગ્સ નથી લીધુ, જે દાવા એજન્સીને ટાંકીને થઇ રહ્યા છે તે જુઠા છે. રીયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે રીયા પોતાના બ્લડ ટેસ્ટ માટે પણ તૈયાર છે. EDએ રીયાની આ મામલે પૂછપરછ કરી લીધી છે. રીયાએ સુપ્રીમ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે સુશાંત સાથે લિવ ઇનમાં રહેતી હતી. આ મામલે સુશાંતના પિતાએ જે એફઆઇઆર દાખલ કરાવી છે તેમાં રીયા ચક્રવર્તી પર અનેક આરોપો લગાવ્યા છે.

ED કરી રહી છે મની લોન્ડરિંગના કેસની તપાસ

સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તપાસ સોપી છે ત્યારે ED પણ સુશાંતના પિતાની ફરિયાદના આધારે મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે. આ ફરીયાદ 25મી જુલાઇએ બિહારના પટના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવમાં આવી હતી જેને એક મહિનો વીતી ગયો છે. જે પણ લોકો આ મામલે આરોપી છે તેમાં રીયા, તેના પિતા ઇંદ્રજિત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક, સુશાંતનો મેનેજર સેમુઅલ મિરાંડા, સૃતિ મોદી અને અજાણ્યા શખ્સો સામે આરોપો લગાવ્યા છે.

ED

એમ્બ્યુલન્સ ડ્રાયવરના ‘ભેદી’ નિવેદનની તપાસ

જ્યારે સીબીઆઇએ સુશાંતસિંહ રાજપુત કેસમાં તેના ફ્લેટમાં જે મિત્રો સાથે રહેતા હતા તેની અને ઘર કામમાં જોડાયેલા લોકોની પૂછપરછ કરી હતી. અગાઉ પણ આ લોકોની પૂછપરછ થઇ ચુકી છે, જ્યારે સીબીઆઇએ સ્થળની મુલાકાત લીધા બાદ ફરી તપાસ શરૂ કરી છે. જે લોકોની સીબીઆઇએ પૂછપરછ કરી તેમાં તેના ચાર્ટર્ડ એકાઉટન્ટ, તેના મિત્રો સિદ્ધાર્થ પિઠાની, નિરજ સિંઘ, દીપેશ સાવંતની પણ પૂછપરછ કરી હતી. જ્યારે, એમ્બ્યુલન્સના ડ્રાઇવરે કહ્યું હતું કે સુશાંતનો મૃતદેહ લઇ જઇને બહુ મોટી ભુલ કરી દીધી છે. જોકે તેણે આવું નિવેદન કેમ કર્યું તે સહિતની માહિતી હવે સીબીઆઇ એકઠી કરી શકે છે.

સુશાંતના બ્રેઇનનું ‘પોસ્ટમોર્ટમ’ કરાશે

અભિનેતા સુશાંત રાજપુત મૃત્યુ કેસમાં સીબીઆઇ તપાસ કરી રહી છે. એવા અહેવાલો છે કે સીબીઆઇ સુશાંતનો મનોવૈજ્ઞાાનિક મૃતદેહ પરીક્ષણ કરશે. આ એવી પ્રક્રિયા છે કે જેને દિમાગનું પોસ્ટમોર્ટમ પણ કહેવામાં આવે છે.

FSLની ટિમ સુશાંતના જીવન સાથે સંકળાયેલી બાબતોની કરશે તપાસ

આ મનોવૈજ્ઞાાનિક પરીક્ષણમાં સીબીઆઇની સેંટ્રલ ફોરેંસિક સાયન્સ લેબોરેટરીની ટીમ સુશાંતના જીવન સાથે સંકળાયેલી દરેક બાબતોની તપાસ કરશે. જેમાં તે લોકોની સાથે કેવી રીતે વાતચીત કરતો હતો, તેના અંતિમ દિવસોમાં તે શું કરતો હતો તે દરેક બાબતોની તપાસ કરવામાં આવશે. સુશાંત સામાન્ય રીતે તેમની બહેનો સાથે પણ વાતચીત કરતો હતો, તેથી તે વાતચીતની પણ તપાસ કરવામાં આવશે.

માત્ર 2 કેસમાં આ પરીક્ષણ કરાયું

આ તપાસનો મુળ ઉદ્દેશ્ય સુશાંતની માનસિક સ્થિતિ શું હતી તે જાણવા માટેનો છે. આ પ્રક્રિયા જટિલ માનવામાં આવે છે અને દેશમાં માત્ર બે કેસોમાં પણ આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ પહેલા કોંગ્રેસના નેતા શશી થરૂરના પત્નિ સુનંદા મૃત્યુ કેસ તેમજ બુરાડી સામૂહિક આત્મહત્યા કેસમાં આ પ્રકારની તપાસ થઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!