ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મોટો સપાટો બોલાવ્યો છે. ઝારખંડ સહિત દેશના ઘણા રાજ્યોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા દરમિયાન IAS ઓફિસર પૂજા સિંઘલના નજીકના સંબંધીઓના ઘરેથી કરોડો રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે IAS પૂજા સિંઘલ અને તેના નજીકના લોકો પર EDના દરોડામાં 17 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

ઝારખંડમાં EDએ આજે તાબડતોડ દરોડા પાડ્યા હતા. પૂજા સિંઘલના ઘર સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સવારે 7 વાગ્યા પહેલા એકસાથે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાંચીમાં પંચવટી રેસિડેન્સી બી બ્લોક 904 પર દરોડા પાડ્યા હતા.

પલ્સ હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોના ઘર પર પણ EDના દરોડા પાડવામાં આવી રહ્યા છે. પલ્સ હોસ્પિટલ IAS પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાની છે. આ સિવાય રાંચીમાં જ હરિ ઓમ ટાવરની નવી બિલ્ડીંગમાં પણ EDના દરોડાના અહેવાલ સામે આવી રહ્યા છે. EDના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ખુંટીમાં મનરેગામાં 18 કરોડની નાણાકીય ગેરરીતિના કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં અપ્રમાણસર સંપત્તિના કેસ અને ખાણ લીઝ કેસનો સમાવેશ થાય છે.
Read Also
- Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ
- wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર
- ‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ
- ‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા
- વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન