GSTV
Gujarat Government Advertisement

ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવડાવીને લીધી હતી લોન, EDએ અમદાવાદની કંપનીનાં કર્યા આવા હાલ

Last Updated on November 9, 2019 by Mansi Patel

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ મામલામાં અમદાવાદની એક કંપનીની 56 કરોડથી વધારેની સંપત્તિને ટાંચમાં લીધી છે. ઈડીએ શનિવારે આ વાતની જાણકારી આપી હતી. ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ સાઈ ઈન્ફોસિસ્ટમ્સ લિમિટેડની 37 અચલ સંપત્તિઓને ટાંચમાં લેવાનો પ્રારંભિક આદેશ રજૂ કર્યો છે.

ઈડીએ એક નિવેદનમાં જણાવ્યુ છેકે, આ સંપત્તિઓમાં ગુજરાત અને આસપાસની જગ્યાઓ પર ઘણા પ્લોટ, ફાર્મહાઉસ તથા વેપાર અને રહેણાંક સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ એસઆઈએસ અને આ ગ્રુપની એટ્રિયમ ઈન્ફોકોમ પ્રાઈવેટ લિમિટેડ અને સુજ્યોત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ તેમજ અન્ય એકમોનાં નામે છે. જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ રકમ 56.21 કરોડ રૂપિયા છે.

ઈડીએ તપાસમાં જાણ્યુ છેકે, એસઆઈએસ અને તેના ચેરમેન તેમજ ડાયરેક્ટર સુરેન્દ્ર કુમાર કક્કડે ભારતીય સ્ટેટ બેંક અને અમુક બેંકનાં એક ગ્રુપ પાસેથી ખોટા દસ્તાવેજોનાં આધારે લોન લીધી હતી.

તપાસ એજન્સીએ દાવો કર્યો છેકે, એસઆઈએસ ગ્રુપે લોન દ્વારા મળેલી રકમને જણાવેલાં કામોમાં ઉપયોગ ન કરીને હેરાફેરી કરી અને તેનાંથી કંપની તેજ સગાસંબંધીઓ વગેરેનાં નામે અચળ સંપત્તિઓ ખરીદી છે. તેનાં કારણે બેંકની લોન ફસાઈ ગઈ છે. અને તેને 867 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયુ છે. આ મામલે કક્કડ સિવાય કંપનીનાં વધુ એક ડાયરેક્ટર રાજીવ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!