GSTV
Home » News » EDએ ભાગલાવાદી નેતા સઈદ શાહ ગિલાનીને ફટકાર્યો 14.40 લાખનો દંડ

EDએ ભાગલાવાદી નેતા સઈદ શાહ ગિલાનીને ફટકાર્યો 14.40 લાખનો દંડ

Syed Ali Shah Geelani

જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા સઈદ અલી શાહ ગિલાની વિરૂદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ ફોરેન એક્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગિલાનીને 14 લાખ 40 હજારનો દંડ ફટકાર્યો છે.  ગિલાની પાસે 10 હજાર અમેરિકન ડોલર હતા. જેને પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ ઈડી દ્વારા ગિલાનીની પૂછપરછ કરવામાં આવી હતી.

ગિલાની બાદ યાસીન મલિક પણ ઈડીની રડારમાં છે. મલિક પર કથિત રીતે વિદેશી મુદ્રા રાખવાનો આરોપ છે. જેથી આગામી દિવસોમાં ઈડી પણ યાસીન મલિક પર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પર તપાસ એજન્સીઓ  ગોળિયો કસી રહી છે. જેના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે કાશ્મીર ખીણના ભાગલાવાદી સંગઠન હુર્રિયત કોન્ફ્રેન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાનો ભંગ કરવા બદલ રૂપિયા 14.40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તપાસ એજન્સીએ 87 વર્ષીય ભાગલાવાદી નેતાને ફેમાની અલગ-અલગ જોગવાઇઓ હેઠળ નોટિસ મોકલી હતી. તેટલું જ નહી EDએ JKLFના પૂર્વ ચેરમેન યાસિન મલિક પાસેથી મળેલી ગેરકાયદેસર વિદેશી મુદ્રાને જપ્ત કરીને સાથે જ તેને દંડ ફટકાર્યો અને મલિક વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી શરૂ છે. નોંધનીય છે કે, NIA અને અન્ય એજન્સીઓ ઘાટીમાં ટેરર ફંડિંગની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ દરમિયાન અલગાવવાદી નેતાઓની પુછપરછ કરી છે.

Read Also

Related posts

સલમાન ખાન સાઈકલ લઈ નીકળ્યો, વચ્ચે વીડિયો ઉતારનારનો મોબાઈલ ઝૂંટવી લીધો

Mayur

PM મોદીએ જાતે સ્વીકાર્યું, મનની આ ઈચ્છા ગુજરાતમાં પણ પુરી નથી થઈ

Arohi

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari