GSTV
Home » News » એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગમાં કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ

એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગમાં કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ

ઈડીએ એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ આ મામલામાં ભૂતપૂર્વ નાણાં પ્રદાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરી છે. ચાર્જશીટમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમની જોગવાઈઓ હેઠળ આપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ ચાર્જશીટમાં ઘણીવાર પી. ચિદમ્બરમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ પ્રમાણે આ મામલામાં ઈડીએ કુલ એક કરોડ સોળ લાખ 9380 રૂપિયા જપ્ત કર્યા છે. તેમાં 26 લાખ 44 રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે છે. જ્યારે કાર્તિ ચિદમ્બરમના એક એકાઉન્ટને સીલ કરવામાં આવ્યું છે અને તેમા 90 લાખ રૂપિયા છે. આ સિવાય કાર્તિના એક એકાઉન્ટને ઈડીએ નિયંત્રણ હેઠળ લીધું છે અને તેમા પણ 8930 રૂપિયા છે.

મંગળવારે એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ઈડીએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની બીજી વખત છ કલાક લાંબી પૂછપરછી કરી હતી. જો કે ચિદમ્બરમે ફરી એકવાર ક્હ્યુ છે કે તેમણે કોઈ અપરાધ કર્યો નથી. તપાસ અધિકારીઓનું કહેવું છે કે વરિષ્ઠ નેતા ચિદમ્બરમ સવારે અગિયાર વાગ્યે ઈડીના મુખ્યમથક ખાતે પહોંચ્યા હતા અને તેઓ અહીંથી પાંચ વાગ્યા બાદ પાછા ફર્યા હતા.  મહત્વપૂર્ણ છે કે ચિદમ્બરમના પુત્ર કાર્તિની ઈડી દ્વારા આ મામલે બે વખત પૂછપરછ થઈ ચુકી છે. ચિદમ્બરમે ક્હ્યુ છે કે એફઆઈઆર નોંધ્યા વગર જ તેમની વિરુદ્ધ તપાસ ચાલુ કરવામાં આવી છે.

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!