એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ હરિયાણા સિૃથત કંપની અને તેના ડાયરેક્ટરો સામે મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી છે. આ કંપની અને તેના ડાયરેક્ટરો પર પોન્ઝી એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ દ્વારા 31 લાખ રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તેમ ઇડીના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇડીના અિધકારીઓએ જણાવ્યું છે કે હિસાર સિૃથત ફ્યુચર મેકર લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ અને તેના બે ડાયરેક્ટરો રાધે શ્યામ અને બંસી લાલ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની વિવિધ જોગવાઇઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર પંચકુલાની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ અગાઉ એજન્સીએ આરોપી કંપનીઓની 261.35 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી હતી.

ઇડીના નિવેદન અનુસાર હરિયાણાના રહેવાસી રાધે શ્યામ અને બંસી લાલે ફ્યુચર મેકર લાઇફ કેર પ્રાઇવેટ લિમિટેડ અને એફએમએલસી ગ્લોબલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓ શરૂ કરી હતી.
ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે બંને ડાયરેક્ટરોએ આ બંને કંપનીઓ દ્વારા નિર્દોષ રોકાણકારોને છેતર્યા હતાં. ્આ સ્કીમમાં નિર્દોષ લોકોને સ્કીમના સભ્ય બનાવવાની લાલચ આપવામાં આવતી હતી. લાખો લોકોને છેતરવા બદલ હરિયાણા અને તેલંગણા પોલીસે દાખલ કરેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- LIVE:- પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી, કોંગ્રેસ રકાસ તરફ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 30 પૈકી 2 જિલ્લા પંચાયતની 2 બેઠકો ભાજપના ફાળે, કોંગ્રેસે ખાતું ખોલ્યું
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
- નગર પાલિકા રિઝલ્ટ/ 81 નગરપાલિકામાં 54 પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ
- સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ