છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આલમ એ છે કે તે ઘણા મોટા નેતાઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે. તેમના પર દરોડા પાડીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

EDની સક્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, છેલ્લા ચાર વર્ષમાં એજન્સી દ્વારા નોંધાયેલા કેસોની સંખ્યામાં 500%થી વધુનો ધરખમ વધારો થયો છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2018-19 અને 2019 થી 2021-22 વચ્ચે ED દ્વારા નોંધાયેલા કેસોમાં 505%નો વધારો થયો છે. વર્ષ 2018-19માં ED દ્વારા 195 કેસ નોંધાયા હતા જે 2021-22માં વધીને 1,180 થયા હતા.
9 વર્ષમાં 95,000 કરોડની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત
ED દ્વારા દરોડા અને તપાસની કાર્યવાહીમાં પણ તેજી આવી છે. નાણા મંત્રાલયના ડેટા પ્રમાણે 2004-14ની વચ્ચે ED દ્વારા માત્ર 112 સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ જેના પરિણામે 5,346 કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવક જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 2014-22માં સર્ચની સંખ્યા 2,555 ટકા વધીને 2,974 થઈ હતી જેના પરિણામે રૂ. 95,432.08 કરોડની ગેરકાયદે આવક જપ્ત થઈ હતી.
EDની કાર્યવાહીથી વિપક્ષની પાર્ટી નાખુશ
ED દ્વારા નોંધાયેલા કેસોમાં ભારે વધારા સાથે ઘણા વિરોધ પક્ષના નેતાઓ પર પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે વિપક્ષી પાર્ટી ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર પ્રતિશોધનો આરોપ લગાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓએ વારંવાર કેન્દ્ર સરકાર પર ED અને CBI જેવી એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે સરકારે તેને માત્ર મની લોન્ડરિંગ સામેની કાર્યવાહી ગણાવી છે.
આ વિપક્ષી નેતાઓ પર થઈ કાર્યવાહી
ED દ્વારા BRS નેતા કે. કવિતા સહિત અનેક વિપક્ષી નેતાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલમાં EDના એક કેસમાં જેલમાં છે. TMC નેતા અભિષેક બેનર્જી અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી, શિવસેના સાંસદ સંજય રાઉત અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનની પણ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે