GSTV

EDને મળી સૌથી મોટી સફળતા, બેન્કોને કરોડોનું ફુલેકું ફેરવીને 5 વર્ષથી ભાગેડું આરોપી આખરે ઝડપાયો

6380

જય અંબે ગૌરી કેમ લિમિટેડના ડિરેક્ટર નરેન્દ્ર કુમાર પટેલની મની લૉન્ડરિંગ કેસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ED મંગળવારે ધરપકડ કરી છે. કંપનીના ડિરેક્ટરે બૅન્ક સાથે રૂા. 100 કરોડનો કહેવાતા ફ્રોડ માટે જવાબદાર .નરેન્દ્ર પટેલની ધરપકડ કર્યા બાદ તેમને હૈદરાબાદમાં પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ માટેની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હૈદરાબાદની કોર્ટે 29મી જાન્યુઆરી સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.

હૈદરાબાદની કોર્ટે 29મી જાન્યુઆરી સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે નરેન્દ્ર પટેલ જાણી જોઈને 2015થી ફરાર થઈ ગયો હતો. પોતાના પરિવારના સભ્યો સાથે પરદેશ ભાગી ગયો હતો. તે અમેરિકામાં રહેતો હતો. પરિણામે સીબીઆઈના અધિકારીઓ તેમની પૂછપરછ પણ કરી શક્યા નહોતા. નરેન્દ્ર પટેલ વિદેશમાં જ રહેતો હતો. ગુનાઈત પ્રવૃત્તિ કરીને એકત્રિત કરેલી સંપત્તિને નરેન્દ્ર પટેલ ભોગવી રહ્યો હતો.

ગુનાઈત પ્રવૃત્તિ કરીને એકત્રિત કરેલી સંપત્તિને નરેન્દ્ર પટેલ ભોગવી રહ્યો હતો

પરિણામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા વર્ષે નરેન્દ્ર પટેલ માટે લૂક આઉટ નોટિસ બહાર પાડી હતી. આ નોટિસના અનુસંધાનમાં જ આજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ તેને એરપોર્ટ પર અટકાવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તેની જાણ કરી હતી. સીબીઆઈએ 2018માં ફાઈલ કરેલી એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર પટેલ અને તેના સાથીઓએ મળીને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે રૂા. 65.29 કરોડનો ફ્રોડ કર્યો હતો.

નરેન્દ્ર પટેલ અને તેના સાથીઓએ મળીને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે રૂા. 65.29 કરોડનો ફ્રોડ કર્યો

સ્ટેટ બૅન્ક ઑફ જયપુર એન્ડ બિકાનેરે પણ જય અંબે ગૌરી કેમ લિમટેડના નરેન્દ્ર પટેલ અને અન્ય ડિરેક્ટર્સને 36.14 કરોડની રકમ માટે વિલફૂલ ડિફોલ્ટર્સ જાહેર કર્યા હતા. તેમણે રૂા. 36.14 કરોડ બૅન્કમાં જમા કરાવ્યા નહોતા.સીબીઆઈની ચેન્નઈ કચેરીએ તેમની સામે એફઆઈઆર ફાઈલ કરી હતી. એક્ઝિમ બૅન્ક પાસેથી લીધેલી રૂા. 30.76 કરોડના લોન તેમણે કે કંપનીના ડિરેક્ટર્સે ચૂકવી નહોતી. જય અંબે ગૌરી કેમ લિમિટેેડે ડેવલપમેન્ટક્રેડિટ બૅન્ક પાસેથી લીધેલા રૂા. 8 કરોડ પણ પરત ચૂકવ્યા નહોતા.

READ ALSO

Related posts

Opinion Poll : વિધાનસભા ચૂંટણીઓને લઇને શું છે જનતાનો મૂડ, જાણો કયા રાજ્યમાં બનશે કોની સરકાર અને કોને મળશે કેટલી સીટો?

Pravin Makwana

કામનું/ હોળીમાં દ્વારકાનું મંદિર ખૂલશે કે રહેશે બંધ : 2.50 લાખ ભક્તો ફુલડોલોત્સવમાં દર વર્ષે આવે છે, આ વર્ષે જાણી લો શું લેવાયો નિર્ણય

Pritesh Mehta

મોડે મોડે તંત્ર જાગ્યું: રાત્રી ખાણી-પીણીના બજારો પર તવાઈ, 8 વોર્ડમાં હોટલ બંધ રાખવા આદેશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!