GSTV

રોબર્ટ વાડ્રાની સામે EDએ UK પાસે માંગી નાણાકીય વ્યવહારની જાણકારી

Last Updated on June 7, 2019 by Alap Ramani

EDએ રોબર્ટ વાડ્રાની સામે પોતાની તપાસનો અવકાશ વધારી દીધો છે. ઈડીએ યુકે સ્થિત એજન્સીઓ પાસેથી વાડ્રાની અડધા ડઝનથી પણ વધારે નાણાકીય વ્યવહારની જાણકારી માંગી છે. ઈડીએ દાવો કર્યો છેકે, આ સંપત્તિઓ એકત્રિત કરાયેલાં નાણામાંથી ખરીદાયેલી છે અને તે વાડ્રા સાથે જોડાયેલી છે.

ઈડીએ આ સંપત્તિઓને ખરીદવા માટે વપરાયેલાં ધનના પ્રવાહનો ખુલાસો કરવા માટે અમુક દેશોની નાણાકીય ખાનગી એજન્સીઓની મદદ માંગી છે. તેમણે કહ્યુ છેકે, એજન્સી લંડન અને આસપાસનાં ક્ષેત્રોમાં સ્થિત આ અચળ સંપત્તિઓનું મની લોન્ડરિંગ એક્ટના નિવારણ હેઠળ તાત્કાલિક અરજી કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે.

લંડનમાં એક 19 લાખ બ્રિટિશ પાઉન્ડની કિંમતની સંપત્તિ વિશે ઈડીએ વાડ્રાને ઘણીવાર પુછ્યુ છે. ઈડી પાસે વાડ્રાની 50 લાખ બ્રિટિશ પાઉન્ડ અને 40 લાખ બ્રિટિશ પાઉન્ડની કિંમતની સંપત્તિ વિશે જાણકારી છે.

Vadra's money laundering case
Vadra’s money laundering case

પરંતુ વાડ્રાએ પુછપરછ દરમ્યાન તેના વિશે કોઈ જાણકારી આપી ન હતી. એટલે ઈડી વાડ્રાની વારંવાર પુછપરછ કરે છે અને તેના માટે તે વાડ્રાના જામીન રદ્દ કરવા માટે કોર્ટ પણ પહોંચી હતી. જ્યારે વાડ્રાનું કહેવું છેકે, એજન્સી તેની સાથે વારંવાર પુછપરછ કરીને જબરદસ્તી ડ્રામા ઉભો કરી રહી છે.

READ ALSO

Related posts

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!