કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ અને સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરાની મશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. બેનામી સંપત્તિ કેસમાં ઇડીએ હવે તેમના વિરૂધ્ધ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી છે. જેના પર સુનાવણી કરવાનો રાજસ્થાન હાઇકોર્ટે નિર્ણય કર્યો છે.
વાડરાની અટકાયત કરી પૂછપરછ કરવા માગે છે ઈડી
બેનામી સંપત્તિ કેસમાં ઈડી રોબર્ટ વાડરા અને મહેશ નાગરની અટકાયત કરીને તેમની પુછપરછ કરવા માંગે છે. જેના માટે ઈડીએ કોર્ટમાં મંજૂરી માંગી છે, આ અરજી અંગે હવે સોમવારે સુનાવણી થશે, તે મુજબ જ્યાં એએસજી રાજદીપક રસ્તોગી વીસી દ્વારા અને ભાનુપ્રતાપ બોહરા ઈડીની તરફેણમાં દલીલો કરશે, ત્યાં જ સુપ્રીમ કોર્ટનાં અગ્રણી વકીલ કેટીએસ તુલસી વાડ્રાનો પક્ષ રજૂ કરશે.

વારંવારની હેરાનગિતને વાડ્રા કરશે રાજકરણમાં પ્રવેશ
વિશ્લેષકોના મતે, અત્યારે ખેડૂત આંદોલનના કારણે કોંગ્રેસે ભાજપ પર ભીંસ વધારી છે તેથી કોંગ્રેસને દબાવવા વાડરાની પૂછપરછ કરવામા આવી હતી. વાડરા સામે ભાજપ ભ્રષ્ટાચારના આક્ષેપો છેલ્લા 7-8 વર્ષથી કરે છે અને સત્તામાં આવશે તો વાડરા સામે તપાસ કરીને પગલાં લેવાની ખાતરી પણ આપી હતી પણ 6 વર્ષમાં ભાજપ સરકારે કોઈ પગલાં નથી લીધાં એ જોતાં આ કાર્યવાહીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. વારંવાર પૂછપરછ કરી ત્રાસ અપાતો હોવાથી રોબર્ટ વાડરાએ રાજકરણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘રાજ્કીય પક્ષ સાથે પરિવારજનો જોડાયેલા હોવાને કારણે મને વારંવાર હેરાન કરવામા આવે છે. મને સરકાર પંચિંગ બેગની જેમ વાપરે છે.’
READ ALSO
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર