GSTV

India GDP Growth : ભારતીય અર્થતંત્ર પાછું આવશે પાટા પર, મૂડીઝે જીડીપી વૃદ્ધિનું અનુમાન 9.3 ટકા કર્યું

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે તેના નવા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર ફરી રહી છે. રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથ 9.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023માં દેશનો જીડીપી ગ્રોથ 7.9 ટકા રેહવાનું કહ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના રસીકરણની ઝડપી ગતિ ભારતની આર્થિક પ્રવૃત્તિઓમાં વાપસી માટે મદદરૂપ સાબિત થશે.

Moody's GDP Forecast: Indian economy may clock double-digit growth in  2021:, Auto News, ET Auto

ઝડપી રસીકરણની સકારાત્મક અસર

મૂડીઝની વિશ્લેષક સ્વેતા પટોડિયાએ કહ્યું કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાનની ઝડપથી આર્થિક વિકાસને વેગ મળી રહ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે તાજેતરમાં રેકોર્ડ રસીકરણ લક્ષ્યાંક હાંસલ કર્યા છે. બીજી લહેર પછી, ભારતમાં રસીકરણ કાર્યક્રમની ગતિ ઝડપી બની છે. 

કોરોનાની વધુ એક લહેર હશે નુકસાનકારક

મૂડીઝે પણ તેના દ્વારા જારી કરવામાં આવેલા આ રિપોર્ટમાં કોરોનાની વધુ એક લહેરની આશન્કા પર પોતાની વાત મૂકી છે. જો કે, તેણે કહ્યું કે, જો દેશ કોવિડ-19 ની વધુ એક લહેરનો સામનો કરે છે, તો ગ્રાહક સેન્ટિમેન્ટમાં ઘટાડો થવાનું જોખમ રહેશે. આના કારણે આર્થિક ગતિવિધિઓ અને માંગને આંચકો લાગી શકે છે. 

રોકાણ વધવા સાથે અર્થતંત્રનો થશે વિકાસ

દેશના જીડીપી વૃદ્ધિ અંદાજને 9.3 ટકા સુધી વધારીને મૂડીઝે કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો અને રસીકરણની ગતિને કારણે અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. વધતો વપરાશ, સ્થાનિક ઉત્પાદન પર ભાર અને વધુ સારી ભંડોળની સ્થિતિ પણ નવા રોકાણોને ટેકો આપશે. આ સાથે અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ વાપસી કરશે.

ALSO READ

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!