GSTV
Home » News » FDI અને ડોમેસ્ટિક સોર્સિંગ હળવા બનતા Apple ને થશે ફાયદો

FDI અને ડોમેસ્ટિક સોર્સિંગ હળવા બનતા Apple ને થશે ફાયદો

ગઇકાલે સરકારે ઓટોમેટિક રુટ મારફતે સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપતા અને 30 ટકાના ડોમેસ્ટિક સોર્સીંગ નિયમોને હળવા બનાવતા ભારતમાં એપલના સ્ટોર્સનું સ્વપ્ન જલ્દી સાકાર થશે. બદલાયેલા નિયમો એપલને દેશમાં સિંગલ બ્રાન્ડ સ્ટોર્સ સ્થાપવામાં મદદ કરશે. કેબિનેટનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યા

રે એપલના અધિકારીઓ નિક અમ્માન (ડિરેક્ટર, ગવર્નમેન્ટ અફેર્સ) અને પ્રિયા બાલાસુબ્રણ્યમે (ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ, ઓપરેશન્સ) વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુ સાથે મુલાકાત કરી છે. કંપની હાલમાં ભારતમાં પોતાની રિટેલ હાજરી સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ 30 ટકાના સોર્સિંગ નિયમોથી પરેશાનીનો સામનો કરી રહી હતી. ક્યુપરટિનો સ્થિત ટેકનોલોજી જાયંટ પોતાના ડિસ્ટ્રિબ્યૂટર્સ જેમ કે રેડીંગટન અને ઇનગ્રામ માઇક્રો મારફતે પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.

વધુમાં એફડીઆઇ નિયમો એવા સમયે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરવાના છે અને 23 જાન્યુઆરીના રોજ પ્રારંભિક પ્રવચન કરનાર છે. હાલમાં સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રુટ મારફતે 40 ટકા સુધીના એફડીઆઇની મંજૂરી આપવામાં આવી છે. તે મર્યાદાથી પર જો રોકાણ સ્વીકારવું હોય તો તેમાં સરકારની મંજૂરી લેવી પડશે.

પ્રભુએ જણાવ્યું હતું કે સરકારે વિદેશી રોકાણ સામેના તરાયો દૂર કરવાનું નક્કી કર્યું છે. જે હળવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેનાથી અર્થતંત્રના ઝડપી વિકાસમાં સહાય મળશે. ખૈતાન એન્ડ કુના પાર્ટનર રવિન્દ્રા જ્હુનજ્હુનવાલાએ જણાવ્યું હતું કે ઓટોમેટિક રુટ મારફતેની મંજૂરીઓ એફડીઆઇ ક્લિયરન્સને ઝડપી બનાવશે કેમ કે તેમાં સરકારની પૂર્વ મંજૂરીની જરૂરિયાત રહેશે નહી.

Related posts

પાઇલટ અને ક્રૂ મેમ્બર પ્લેનમાં નહીં લઈ જશે ઘરનું ટિફિન, એર ઇન્ડિયાએ મૂક્યો પ્રતિબંધ

NIsha Patel

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ HDFC બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો

Mansi Patel

ફેસબુક લાવશે Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી નામ હશે લિબ્રા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!