GSTV
Business News Trending

દુનિયામાં ફરીથી આવી શકે છે મંદીઃ અર્થશાસ્ત્રી નોરીએલ રૂબિનીએ કરી આગાહી

કોરોના મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. જેના કારણે વિશ્વભરમાં આર્થિક મંદીનો ભય વધી રહ્યો છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ પહેલેથી જ મંદીની આગાહી કરી રહ્યાં છે. હવે તેમાં વધુ એક અર્થશાસ્ત્રીનું નામ જોડાયું છે. જાણીતા અર્થશાસ્ત્રી નૌરીએલ રૂબીનીએ સમગ્ર વિશ્વને આર્થિક મંદીની સંભાવના અંગે ચેતવણી આપી છે.

અર્થશાસ્ત્રી નૌરીએલ રૂબીનીએ ચેતવણી આપી છે કે મંદી ડિસેમ્બર 2022માં શરૂ થઈ શકે છે અને આવતા વર્ષના ડિસેમ્બર સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન યુએસ માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે. S&P 500 30 ટકા જેટલો ઘટી શકે છે અને જો મંદી ચાલુ રહેશે તો તે 40 ટકા સુધી પણ લૂઢકી શકે છે.

અર્થશાસ્ત્રી નૌરીએલ રૂબીની જાણીતા અર્થશાસ્ત્રી અને રૂબીની મેક્રો એસોસિએટ્સના સીઈઓ અને ચેરમેન છે. ભૂતકાળમાં પણ તેઓ 2007-08માં અમેરિકામાં થયેલા ભયાનક મંદીની આગાહી કરી ચૂક્યા છે. તેમને ડૉ. ડૂમ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે મંદીના સમયમાં મોંઘવારી પર કાબૂ મેળવવો ઘણો મુશ્કેલ હશે.

જ્યારે કોઈ વસ્તુ સુસ્ત બને છે અથવા લાંબા સમય સુધી સ્થિર રહે છે, ત્યારે તેને મંદી કહેવામાં આવે છે. જો કોઈ દેશની આર્થિક પ્રવૃત્તિ ઘટી જાય અથવા બંધ થઈ જાય તો તેને તે દેશમાં આર્થિક મંદી કહેવામાં આવે છે. જો સતત 2 ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિમાં ઘટાડો થાય છે, તો તેને અર્થશાસ્ત્રમાં આર્થિક મંદી કહેવામાં આવે છે.

હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં આર્થિક મંદીના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે ભારતમાં આર્થિક મંદીનો સવાલ જ ઊભો થતો નથી. જો કે, ઘણા નિષ્ણાતો આના પર પ્રશ્નો ઉભા કરે છે. ભારત પહેલા પણ ઘણી વખત આર્થિક મંદીનો સામનો કરી ચુક્યું છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ ભારતમાં આઝાદી બાદ ચાર વખત આર્થિક મંદી આવી છે. વર્ષ 1958, 1966, 1973 અને 1980માં ભારતે આર્થિક મંદીનો સામનો કર્યો છે. પ્રથમ મંદી આઝાદીના થોડા વર્ષો પછી જ આવી હતી જ્યારે દેશનો જીડીપી વૃદ્ધિ દર -1.2 ટકાએ પહોંચ્યો હતો.

Also Read

Related posts

પંચાંગ તા.2-12-2022, શુક્રવાર: આજે માગશર સુદ દસમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

Kaushal Pancholi

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાટાઘાટો કરવા તૈયાર’ : મેક્રોન અને બિડેનનું સંયુક્ત નિવેદન

Padma Patel

02 ડિસેમ્બર, 2022: આજે વાહન સાચવીને ચલાવે આ રાશિના જાતકો, જાણો કેવો રહેશે તમારો શુક્રવાર

Kaushal Pancholi
GSTV