GSTV
Home » News » જો હું ભારતમાં રહ્યો હોત તો મને નોબેલ મળ્યો ન હોત : અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી

જો હું ભારતમાં રહ્યો હોત તો મને નોબેલ મળ્યો ન હોત : અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બેનર્જીએ જણાવ્યુું છે કે જો તે ભારતમાં હોત તો નોબેલ પુરસ્કાર જીતી શક્યો ન હોત. જો કે તેમણે વધુમાં જણાવ્યું છે કે એવું નાૃથી કે ભારતમાં પ્રતિભાની ઉણપ છે પરંતુ આપણે ત્યાં આ માટે એક વિશેષ પ્રકારની પ્રણાલીની જરૃર છે. તેમણે આ વાતો જ્યપુર લિટરેચર ફેસ્ટિવલમાં જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે મેસ્સેશ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં અર્થશાસ્ત્રમાં પીએચડી કરનારા અનેક વિદ્યાર્થીઓ છે. મને અનેક કાર્યોનું શ્રૈય મળ્યું છે પરંતુ તે અન્ય દ્વારા કરવામાં આવ્યું છે. કોઇ એક વ્યકિત માટે આ પ્રાપ્ત કરવુ શક્ય નથી.

મુંબઇમાં જન્મેલા અભિજિત બેનર્જીએ કોલકાતા યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમા શિક્ષણ લીધું છે. તેમણે હાર્વડ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી છે અને એમઆઇટીમાં પ્રોફેસર છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રોફેસર અભિજિત બેનર્જા, પત્ની એસ્તર  ડફલો તથા માઇકર ક્રેમરને સંયુક્ત રીત અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી સમાપ્ત કરવા માટે તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

તેમણે ભારતમાં વિપક્ષની નબળી ભૂમિકા સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારનો વિરોધ કરવા માટે તમામ રાજકીય પક્ષો એક નથી. તેના કારણે તે સરકાર પર દબાણ વધારવા નિષ્ફળ છે.

એક સારા વિપક્ષની ગેરહાજરીને પગલે મોદી સરકાર પર કોઇ દબાણ નથી. સરકાર એ જ કરી રહી છે જે તેને સાચું લાગે છે. આ એક રીતે સારી સ્થિતિ નથી. લોકશાહી ત્યાં જ સારી રીતે કાર્ય કરે છે જ્યાં વિપક્ષ મજબૂત હોય છે.

બેનર્જીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ૩૦ વર્ષોમાં ભારતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૧૯૯૦માં ગરીબીનું પ્રમાણ ૪૦ ટકા હતું જે હવે ૨૦ ટકાથી ઓછું છે. વસ્તી વધારાના પ્રમાણની સરખામણીમાં આ સાચું છે.

છેલ્લા બે મહિનામાં અર્થતંત્રમાં સુધારાના સાનુકુળ સંકેત મળી રહ્યાં છે પણ આ ક્યાં સુધી ચાલશે તે કહી શકાય તેમ નથી કારણકે હજુ લેટેસ્ટ આંકડા આવવાના બાકી છે. ફાઇનાન્સ સેક્ટર પર ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સેક્ટર અંગે આપણે ચિંતા કરવાની જરૃર છે. બેકિંગ સેક્ટર તંગદિલી હેઠળ છે. સરકાર તેને બહાર લાવવાની સ્થિતિમાં નથી. માગ ઘટી રહી છે, કારો વેચાઇ રહી નથી. આ તમામ એ વાતના સંકેત છે કે લોકોમાં વિશ્વાસ ઘટી રહ્યો છે.

Read Also

Related posts

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!