આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન બધી તરફથી ઘેરાઈ ગયું છે. સામાન્ય નાગરિક તો ઠીક સુરક્ષા રક્ષકો અને પોલીસો પણ પાકિસ્તાનમાં સલામત ન હોવાનું પેશાવરમાં સોમવારે મસ્જિદમાં આત્મઘાતી હુમલા બાદ જણાઈ આવ્યું છે. પેશાવરમાં થયેલા હુમલામાં 100ના મોત થયા છે, તેમાંથી 97 તો ફક્ત પોલીસ છે. પોલીસ ચીફના કહેવા મુજબ આ હુમલો ટાર્ગેટેટ હતો. 300થી 400 પોલીસ મસ્જિદમાં નમાઝ માટે જમા થયા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો.

પાકિસ્તાનમાં આંતકવાદ ચરમસીમાએ છે ત્યારે અંદરની વાત મુજબ સતત વધી રહેલા આંતકી હુમલાને કારણે પાકિસ્તાન 10 વર્ષ પાછળ ઢકેલાઈ ગયું છે. એક દાયકા અગાઉ પાકિસ્તાનમાં આ રીતે જ આંતકવાદી હુમલા થઈ રહ્યા હતા. પાકિસ્તાનમાં આંતકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન ફરી માથુ ઊંચકી રહ્યું છે ત્યારે સરકારે યોગ્ય પગલાં નહીં લીધા તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
READ ALSO
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?