GSTV

વડોદરામાં કોરોનાથી સંક્રમિત થઇને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં યુવા તબીબને આ થેરાપીથી મળ્યું નવું જીવન

Last Updated on September 20, 2020 by

વડોદરામાં કોરોનાથી સંક્રમિત થઇને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતાં યુવા તબીબને એક્મો થેરાપીએ નવું જીવન આપ્યું છે. 30 વર્ષીય ડો. વિશાલ સરધારા કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે ખૂબ ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હતાં. તેમની હાલત એટલી હદે ગંભીર બની હતી કે તેમનાં ફેફસાંએ કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. વડોદરાની સવિતા હોસ્પિટલમાં 20 દિવસ સુધી સારવાર લીધાં બાદ પણ તેમની તબિયત સુધરવાને બદલે વધારે બગડતા તેઓ મોતનાં મુખ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ સુરતના નિષ્ણાંત તબીબોએ એક્મો થેરાપી વડે ડો. વિશાલની સારવાર શરૂ કરી.

તેમના શરીરનાં અન્ય અંગોને પણ ઘણું નુકસાન પહોંચ્યું હોવાથી એક્મો થેરાપી તેમનાં પર એપ્લાય કરવી ખૂબ કઠિન કામ હતું. પરંતુ ડો.વિશાલના મક્કમ મનોબળ અને ડોક્ટરોના આત્મવિશ્વાસે અશક્ય લાગતી બાબત શક્ય બનાવી. ડો. વિશાલને એક્મો થેરાપી આપવાથી ધીમે ધીમે તેમના શરીરના કામ કરતા બંધ થઇ ગયેલા અંગો ફરી જીવંત થયા. આખરે 40 દિવસ બાદ ડો. વિશાલ મોતને હાથતાળી આપી ફરી કોરોના દર્દીઓની સારવારમાં લાગી ગયા છે. તેમજ એક્મો થેરાપી થકી કોરોનાના ક્રિટિકલ દર્દીઓને બચાવવાનો સંકલ્પ કર્યો છે.

READ ALSO

Related posts

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!