પંજાબ વિધાનસભા ચૂંટણી માટે વોટિંગની તારીખને 14 ફેબ્રુઆરીથી આગળ લંબાવી શકે છે. પંજાબની કેટલીય રાજકીય પાર્ટીઓએ વોટીંગની તારીખને આગળ લંબાવવા માટે થઈને ચૂંટણી પંચ પાસે માગ કરી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ચૂંટણી પંચ આ મુદ્દે આજે બેઠક પણ કરવાના છે.
તમામ રાજકીય પાર્ટીઓએ ECને લખ્યો પત્ર
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચૂંટણી પંચ કોંગ્રેસ, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી તરફથી મળેલા લેટર પર વિચાર કરશે.આ રાજકીય પાર્ટીઓનું કહેવું છે કે, 14 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિ હોવાના કારણે અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં પંજાબથી બહાર વારાણસી જઈ શકે છે. ત્યારે આવા સમયે આ લોકો વોટ આપી શકશે નહીં, તેથી ચૂંટણી પંચ 14 ફેબ્રુઆરીથી જગ્યાએ અન્ય કોઈ તારીખે મતદાન રાખે.

વોટિંગના અધિકારથી વંચિત ન રહે અનુસૂચિત જાતિના લોકો- રાજકીય પાર્ટીઓ
કોંગ્રેસ, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની માગ છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે વોટિંગની તારીખ 14 ફેબ્રુઆરીની જગ્યાએ 16 ફેબ્રુઆરી કરી દેવામાં આવે. અનુસૂચિત વર્ગના લોકો વોટિંગના અધિકારથી વંચિત રહેવા જોઈએ નહીં.
પંજાબમાં 14 ફેબ્રુઆરીએ છે મતદાન
આપને જણાવી દઈએ કે, પંજાબમાં વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે. 14 ફેબ્રુઆરીએ તેના માટે મતદાન થવાનું છે. અને 10 માર્ચે આ ચૂંટણીનું પરિણામ પણ આવશે. ગત 8 જાન્યુઆરીએ ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, પંજાબમાં હાલ કોંગ્રેસની સરકાર છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ અને ભાજપ તથા પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન વચ્ચે આકરી ટક્કર જોવા મળી શકે છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે બરાબરની તાકાત લગાવી રહ્યા છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં