GSTV

અમદાવાદના પડઘા સુરતમાં પડ્યા: તમે કહેશો કે તંત્રએ પહેલાં જાગવાની હતી જરૂર, કોવિડની 45 છે હોસ્પિટલ

અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ઈફેક્ટ સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી તમામ 45 હોસ્પિટલમાં મ્યુનિ. તંત્રએ ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપતાંની સાથે જ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.  સુરતમાં 24 મે 209ના રોજ તક્ષશીલા આર્કેડની દુર્ઘટના બાદ આખા શહેરમાં ફાયર સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સતત એક વર્ષની કામગીરી છતાં પણ અનેક બિલ્ડીંગમાં હજી પણ ફાયર સેફ્ટીના નામે ધાંધીયા જોવા મળી રહ્યાં છે. 

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયરસેફટી પર ઉઠયા સવાલ

દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મળસ્કે આગ લાગી અને તેમા કોરોનાની સારવાર લઈ રહેલાં આઈ.સી.યુ.ના આઠ દર્દીઓના કરૂણ મોત થયાં છે. આ દુર્ઘટના બાદ ફરી એક વાર અમદાવાદ સહિત રાજ્યમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પ્રશ્ન ઉભા થયાં છે.

દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા

અમદાવાદની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ મ્યુનિ. વિસ્તારમાં આવેલી તમામ 45 હોસ્પિટલ જ્યાં કોવિડના દર્દીની સારવાર થઈ રહી છે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની સાથે જ હોસ્પીટલની ફાયર સેફ્ટીની વિગતો સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડ વખતે પણ ઊંઘતું ઝડપાયું હતું તંત્ર

તક્ષશિલા આર્કેડ દુર્ઘટનાને એક વર્ષ પુરૂ થયાં બાદ પણ મ્યુનિ. તંત્રએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 900થી વધુ ઈમારતમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી. હવે જ્યારે અમદાવાદની દુર્ઘટના બની છે ત્યારે ફરી એક વખત પાલિકા તંત્ર જાગ્યું છે. હાલમાં તો મ્યુનિ. તંત્ર કોવિડ હોસ્પિટલની ફાયર સેફ્ટીની ચકાસણી કરશે પરંતુ તક્ષશિલા દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ 900થી વધુ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તેમની પાસે ફાયર સેફ્ટી ઉભી કરાવી શકી નથી તે પણ એક હકીકત છે.

MUST READ:

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!