ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકામાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે. જે પછીં ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવશે. આ સમયે ઈંગ્લેન્ડ દ્વારા ચેન્નાઈ ખાતે રમાનારી પ્રથમ 2 ટેસ્ટની ટીમની જાહેરાત કરવામા આવી છે. ટીમમાં બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રોરી બર્ન્સને સામેલ કરાયા છે, જ્યારે જ્હોની બેરસ્ટો, સેમ કરન અને માર્ક વુડને આરામ આપવામા આવ્યો છે. ઓલી પોપ ટીમની સાથે જ ભારત આવશે અને ખભાની ઈજામાંથી મુક્ત થયા બાદ જ મેચ રમશે. ઈંગ્લેન્ડની 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામા આવી છે અને અગાઉની સીરિઝમાં સામેલ 7 રિઝર્વ ખેલાડીઓમાંથી 6 ભારત આવશે. જેથી ઈજા કે બીમારીને કારણે ખેલાડીને રિપ્લેસ કરી શકાય. ક્રેગ ઓવરટન ઈજાને કારણે ઈંગ્લેન્ડ પરત ફરશે.
ઈંગ્લેન્ડની ટીમનો મુખ્ય વિકેટકીપર જોશ બટલર પ્રથમ ટેસ્ટ બાદ ઘરે પરત ફરશે. જેનું સ્થાન બેન ફોક્સ લેશે. ઈંગ્લેન્ડે ક્રિસમસ બાદ જ સંકેત આપ્યો હતો કે તે ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓને અમુક તબક્કે આરામ આપશે. શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સને સામેલ ના કરી આરામ આપવામા આવ્યો હતો. જ્યારે રોરી બર્ન્સ પેટરનિટી લીવ પર હતો. ઈંગ્લેન્ડે પ્રથમ 2 ટેસ્ટ માટેની જ ટીમ જાહેર કરી છે કારણ કે, ચેન્નાઈ અને અમદાવાદમાં બંને સ્થળે અલગ બાયો-બબલ વ્યવસ્થા ઊભી કરવામા આવશે.
પ્રથમ 2 ટેસ્ટ માટેની ટીમઃ
જો રુટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમ સિબ્લી, જોફ્રા આર્ચર, જોસ બટલર, બેન સ્ટોક્સ, મોઈન અલી, ઝેક ક્રાઉલી, ઓલી સ્ટોન, જેમ્સ એન્ડરસન, બેન ફોક્સ, ક્રિસ વોક્સ, ડેમ બેસ, ડેન લૉરેન્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ.
રિઝર્વ ખેલાડીઓઃ જેમ્સ બ્રેસી, મેસન ક્રેન, સાકિબ મહમૂદ, મેટ પાર્કિન્સન, ઓલી રોબિન્સન, અમર વિર્દી.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી