દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે હવે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે સીએમ યોગીને 1 ફેબ્રુઆરીએ આપેલા કરાવલ નગરમાં વિવાદીત નિવેદન બદલ નોટિસ ફટકારી છે. જેના પર ચૂંટણી પંચે 7 ફેબ્રુઆરી સાંજના 5 વાગ્યા સુધીમાં જવાબ માગ્યો છે. ચૂંટણી પંચનું માનવું છે કે, યોગી આદિત્યનાથે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

એક જાહેરસભાને સંબોધન કરતા યોગીએ જણાવ્યું હતું કે, આજે આતંકવાદીઓને બિરયાની ખવડાવવામાં નથી આવતી, બિરયાની ખવડાવવાનો શોખ કાશ્મીરમાં કોંગ્રેસ છે અને શાહીનબાગમાં જેવી ઘટનામાં કેજરીવાલને. યોગીએ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાનના એક મંત્રી કેજરીવાલના સમર્થનમાં અપીલ કરી રહ્યા છે, એટલે કે તેમને દિલ્હીની જનતા પર વિશ્વાસ નથી. તેઓ પાકિસ્તાનીઓ પાસેથી પોતાના પક્ષમાં અપીલ કરાવી રહ્યા છે. આવા ચહેરાઓને ઓળખો, જે દેશની સુરક્ષા માટે ઘાતક છે.


યોગીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. જે બાબતને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે યોગી આદિત્યનાથને નોટિસ પાઠવી જવાબ આપવા રજૂઆત કરી છે.
READ ALSO
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
- ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર
- વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આ રીતની કરી છે તૈયારી
- ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ