GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

મહારાષ્ટ્રની ભાજપ સરકારને ચૂંટણીપંચે આચારસંહિતામાંથી આપી આ રાહત, છે આ કારણ

ભારતીય ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં આદર્શ આચાર સંહિતામાં છૂટ આપી દીધી છે. ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતામાં છૂટ આપતા કહ્યુ છેકે, મહારાષ્ટ્ર સરકારને દુકાળગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય કરવાની છૂટ છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યના દુકાળગ્રસ્ત 51 તાલુકાઓમાં રાહત પહોંચાડવા માટે આચારસંહિતામાં થોડી છૂટ માંગી હતી. આ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે. એટલું જ નહી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં દુષ્કાળગ્રસ્ત જીલ્લામાં મદદ પહોંચાડવા માટે 4714 કરોડ રૂપિયા મંજૂર પણ કરી ચૂકી છે.

મુખ્યમંત્રીએ પત્રમાં 26 એપ્રિલ 2009માં એક આવા જ આવેદન પર ચૂંટણીપંચે રાહત આપી હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રમાં ભયાનક દુકાળ પડ્યો છે. મરાઠાવાડ ક્ષેત્ર અને બીડ જીલ્લાના ગામોની સ્થિતી વિકરાળ છે. ગામડાના તમામ કુવાઓ સુકાઈ ગયા છે. લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસી રહ્યા છે. જીલ્લાના કેટલાંક ગામડાઓમાં ટેન્કરોથી પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. આની પહેલાં 2016માં લાતૂર સહિત મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં ભયાનક દુકાળ વખતે ટ્રેન દ્વારા પાણી પુરુ પાડવામાં આવ્યુ હતુ.

read also

Related posts

અમદાવાદ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 1300ને પાર પહોંચી

pratik shah

રામ મંદિર ભૂમિપૂજન: લેન્ડિગથી વિદાય સુધીનો કાર્યક્રમ, જાણો અયોધ્યામાં PM મોદીનો મિનિટ ટૂ મિનિટ પ્રોગ્રામ

pratik shah

ભૂમિ પૂજન માટે સાજ-શણગાર સાથે તૈયાર રામનગરી અયોધ્યા, ગુજરાતથી ચાંદી લઈને રવાના થયા સાધુ-સંત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!