GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલા રોડ શો મામલે ચૂંટણીપંચે લીધો આ નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલા રોડ શોને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે કર્ણાટકના દુર્ગપુરમાં પીએમ મોદીની રેલીને પણ ક્લિનચીટ આપી છે. ગત દિવસે દિલ્હીમાં અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક ડેલીગેશન મુખ્ય ચૂંટણી પંચને મળીને પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ કરી હતી. અને કોંગ્રેસે પીએમ મોદીના પ્રચાર પર 48થી 72 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવા અપીલ કરી હતી.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતુ કે પીએમ મોદી તેમના પદનો દુરુપયોગ કરી રહ્યાં છે. અને જાણી જોઈને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. આવું ત્રીજી-ચોથી વખત બન્યું છે, તેમણે કહ્યું હતુ કે પીએમ મોદી જ્યારે પણ મતદાન કરીને બહાર આવીને રોડ શૉ કરે છે. જોકે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન ન ગણીને પીએમ મોદીને ક્લીન ચીટ આપી રહ્યુ છે.

READ ALSO

Related posts

આર્મેનિયાના PM સહિત આખો પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ આપ્યો આ સંદેશ

Harshad Patel

3 રાજ્યોના પ્રમુખોને ભાજપે કરી દીધા ઘરભેગા, મોદી અને અમિત શાહનું લક્ષ્ય બંગાળની ચૂંટણી

Harshad Patel

મલેશિયા પાસેના ટાપુઓ કબજે કરવા ચીને કરી અવળચંડાઈ, કૃત્રિમ ટાપુ બનાવી ફાયટર જેટ્સ ખડકી દીધા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!