GSTV
Home » News » એક શોધમાં થયો દાવો, આ ફ્રુટનાં સેવનથી 50 ટકા વધી જાય છે શુક્રાણુંઓની ગુણવતા

એક શોધમાં થયો દાવો, આ ફ્રુટનાં સેવનથી 50 ટકા વધી જાય છે શુક્રાણુંઓની ગુણવતા

જો તમે તમારા શુક્રાણુંઓની ગુણવતામાં જો વધારો કરવો છો તો વધારેમાં વધારે ટામેટાનું કરો સેવન. એક શોધમાં કરવામાં આવ્યો છે દાવો કે ટામેટાનાં સેવનથી શુક્રાણુંઓની ગુણવત્તામાં 50 ટકા વધારો થાય છે. દિવસમાં બે ચમચી ટામેટાની પ્યુરી ખાવાથી શુક્રાણુંઓની ગુણવત્તામાં થાય છે વધારો.

ટામેટામાં લાઈકોપીન હોય છે આ રસાયણના કારણે ટામેટાનો રંગ લાલ હોય છે.આ તત્વનાં કારણે બ્લડ પ્રેશર ઓછું થાય છે. અને પુરુષોમાં પ્રોટેસ્ટેટ કેન્સનો પણ ખતરો ઓછો રહે છે. આ શોધ કરવા માટે વૈજ્ઞાનિકોએ પુરુષોને દિવસમાં બે લાઈકોપીનથી બનેલી ગોળી આપી હતી. જ્યારે ત્રણ મહિના પછી તે બાબતનું રિસર્ચ સામે આવ્યું હતું કે આ લોકોમાં ઝડપથી શુક્રાણુંમાં વધારો થાય છે. આ પુરુષોને લાઈકોપીનની જે માત્રામાં આપવામાં આવી હતી તે એક દિવસમાં પાકેલા ટામેટાનાં પાંચ ડબ્બાની બરાબર હતી.

ત્યારે આ શોધમાં તારણ આવ્યું છે કે ટામેટાને ડાયટમાં લેવું એ ફાયદાકારક છે. જેના સેવન માત્રથી શુક્રાણુંમાં વધારાની સાથે સાથે તેમના આકારમાં પણ વધારો થાય છે. આ શોધ યુનિવર્સિટી ઓફ શેફીલ્ડમાં થયો હતો. અને આ શોધ સાથે જોડાયેલા પ્રોફેસર એલન પેસીએ જણાવ્યું કે આ શોધના તારણથી હું ખુદ આશ્ચર્યમાં છું. આ શોધમાં 56 પુરુષોએ ભાગ લીધો હતો . જેમની ઉંમર 19થી 30 વર્ષની હતી.

READ ALSO

Related posts

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, રવી સિઝનમાં થશે મોટો ફાયદો

Mayur

દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

Mayur

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!