GSTV
Health & Fitness Life Trending

હેલ્થ ટિપ્સ : શિયાળામાં દરરોજ ટામેટા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો તેના લાભ

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઠંડીની મોસમમાં ટામેટા કાચાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટાંમાં ભારે માત્રામાં લાઈકોપિન અને વિટામિન સી હોય છે. ટામેટામાં પોષક તત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તરીકે શ્રેષ્ઠ ગણાય છે.

હૃદય માટે ફાયદાકારક : ટામેટામાં લાઈકોપિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં મળતા એન્ટીઓક્સિડેન્ટ હૃદયની બીમારી માટે ખૂબ સારુ હોય છે. જે 14 ટકા હૃદયની બીમારીનું જોખમ ઓછુ કરે છે. બ્લડમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડે છે. સાથે જ એચડીએલ કોલેસ્ટ્રોલને શરીરમાં વધારે છે. હૃદયની બીમારીનું જોખમ ઓછું કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1 ટામેટું ખાવુ જોઈએ. ટામેટામાં મળતા લાઈકોપીન ઈન્સ્યુલિન સેલ્સને શ્રેષ્ઠ બનાવે છે. જે સેલ્સને તૂટવાથી બચાવે છે. આ શરીરના સોજાને પણ ઘટાડે છે. શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે. ટામેટા તમારા શરીરના ફાઈબર મેટાબોલિક રેટને વધારે છે સાથે જ ડાયાબિટીસની બીમારીને ઘટાડે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા : ટામેટાના રસમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં બીટા-કેરોટીન થાય છે જે તમારી ઈમ્યુનિટીને મજબૂત કરે છે. એક રિસર્ચ અનુસાર ટામેટા ઈમ્યુનિટીના સેલ્સને વધારે છે. આ ઘણી બીમારીઓથી બચાવે છે. જેમાં નેચરલ કિલર કોશિકાઓ સામેલ છે જે વાયરલને રોકે છે.

કબજિયાત રોકવામાં મદદરૂપ : ટામેટામાં ભરપૂર પ્રમાણમાં પોષણ તત્વ હોય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ટામેટા ખાવાથી કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. તેથી દરરોજ એક 1 ટામેટુ ખાવું આરોગ્ય માટે લાભદાયી હોય છે.

સૂચના:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV