આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ક્યારેય જામફળ ન ખાધુ હોય, આનો સ્વાદ કોઈને પણ તેના દિવાના બનાવી દે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે પાચન અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, અને તેને ખાસ રીતે ખાઈ શકાય છે.
જામફળના પાનના 5 ફાયદા
જામફળના પાંદડામાં આવા ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે તમારા શરીરને ફાયદો પહોંચાડી શકે છે. આવો જાણીએ આ પાનના ફાયદા અને તેને કેવી રીતે કરી શકાય.

વજન ઘટાડવામાં મદદરૂપ
કોમ્પ્લેક્સ સ્ટાર્ચ જયારે શુગરમાં રૂપાંતરિત થાય છે ત્યારે વજન વધવા લાગે છે. જામફળના પાંદડા આ પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે જે વજન ઘટાડવા તરફ દોરી જાય છે. તેમજ આ પાંદડામાં કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવાની શક્તિ હોય છે તેથી જ તેને ખાવાથી મેદસ્વીતા દૂર થાય છે.
ઝાડાથી છુટકારો
જામફળના પાન ઝાડાની સમસ્યામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ માટે અડધો કપ ચોખાના લોટને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને પછી તેને દિવસમાં બે વાર પીવાથી પેટ ઠીક થઈ જશે.

કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થશે
વધુ તેલયુક્ત ખોરાક ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, આ માટે તમે જામફળની ચા પીવાનું શરૂ કરી શકો છો, જો તમે થોડા મહિનાઓ સુધી આ કરો છો તો એલડીએલ નોંધપાત્ર રીતે ઘટશે.
વાળ માટે સારું
જામફળના પાંદડાઓમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળના વિકાસમાં સુધારો કરે છે. જામફળના પાનને પીસીને માથામાં લગાવશો તો વાળ સિલ્કી અને ચમકદાર બનશે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
જામફળના પાંદડામાંથી બનાવેલી ચા આલ્ફા-ગ્લુકોસિડેઝ એન્ઝાઇમની પ્રવૃત્તિને ઘટાડીને ડાયાબિટીસના દર્દીઓમાં જાદુઈ રીતે બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે લગભગ 3 મહિના સુધી દરરોજ આ પાનની ચા પીવો.
Read Also
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં