GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

વધારે પડતી કેક ખાવાથી યાદશક્તિ પડે છે નબળી

કેક, બિસ્કીટ જેવા બેક કરેલા અને અન્ય શેકેલા નાસ્તા વધારે પ્રમાણમાં લેવાથી યાદશક્તિ નબળી પડી શકે છે. આવા ખાદ્ય પદાર્થોમાં ટ્રાંસ ફેટ હોય છે જે મોટી ઉંમરએ ડિમેંશિયાનું જોખમ વધારે છે. જાપાની શોધકર્તાઓએ આ પ્રકારની વસા અને ડિમેંશિયા વચ્ચે સંબંધ હોવાનું એક શોધ દરમિયાન જાણ્યું. આ શોધમાં 60 વર્ષથી વધારે ઉંમરના 1600 વ્યક્તિ પર અધ્યયન કરવામાં આવ્યું હતું.

શોધકર્તાઓએ રક્ત તપાસ પરથી લોકોના શરીરમાં રહેલા ટ્રાંસ ફેટની તપાસ કરી. જે લોકોના રક્તમાં ટ્રાંસ ફૈટનું પ્રમાણ વધારે હતું તેમને ડિમેંશિયા થવાનું જોખમ 52 ટકા વધારે હતું. શોધના પરિણામ પરથી જાણવા મળ્યું કે ટ્રાંસ ફૈટ શરીરમાં સોજો વધારે છે તેનાથી એમેલોયડ નામનું એક પ્રોટીન ઝડપથી બને છે. આ બંનેનો સંબંધ ડિમેંશિયા સાથે છે. વૈજ્ઞાનિકોએ ગત વર્ષ કહ્યું હતું કે ટ્રાંસ ફૈટ પર પ્રતિબંધ લગાવવાથી ઈંગ્લેંડમાં 7200 લોકોનો જીવ બચી શકે છે. દર વર્ષે અહીં અનેક લોકોનું મોત હૃદય રોગના કારણે થાય છે.

શોધકર્તાઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જણાવ્યું કે દુનિયાભરમાં 2023 સુધીમાં ટ્રાંસ ફૈટ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આમ કરવાથી ડિમેંશિયા સહિત હૃદયની બીમારીઓથી પણ લોકોને મુક્તિ મળશે અને તેમનું સ્વાસ્થ્ય સુધરશે. શોધકર્તાઓએ જાપાનના 1628 લોકો પર શોધ કરી જેમને ડિમેંશિયા ન હતું. તેમની ઉંમર 70 વર્ષની હતી. તેમના રક્તમાં ઈલિયાડિક એસિડના પ્રમાણના આધારે તેમને ચાર સમુહમાં વિભાજિત કરવામાં આવ્યા અને તેમના ખોરાક પર ધ્યાન આપવામાં આવ્યું.

શોધના અંતે જાણવા મળ્યું કે જે સમુહએ સૌથી વધારે ટ્રાંસ ફૈટનું સેવન કર્યું છે તેમને ડિમેંશિયા થવાનું જોખમ 52 ટકા વધારે હતું. ટ્રાંસ ફૈટ ડેરી ઉત્પાદનો જેવા કે ચીઝ અને મલાઈમાં કુદરતી રીતે તે હોય છે. આ વસ્તુઓનો ઉપયોગ બેકિંગમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. અમેરિકામાં ગત વર્ષે જ ટ્રાંસ ફૈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ યૂકેમાં અત્યાર સુધી આ પ્રતિબંધ નથી લાગ્યો.

Read Also

Related posts

આદિવાસીઓના વિકાસની વાતો વચ્ચે કરોડોના ખર્ચે બનાવેલું હાટ બજાર ખાઈ રહ્યું છે ધૂળ

Nilesh Jethva

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે આ ઉંમરના લોકો પણ કરી શકશે આ રીતે મતદાન

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે ખાનગી એરલાઈન્સ કંપનીની મોટી જાહેરાત, કોરોના વોરિયર્સને મળશે ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!