GSTV
Ajab Gajab Trending

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

લોકો પોતાના શરીરની તાકાત વધારવા માટે શું કરતા નથી, કેટલીકવાર તે જરુરથી વધારે ડાયટ કરે છે, તો કેટલીકવાર પ્રોટીન અને વિટામીનની માત્રા વધારે છે. જો કે 21 વર્ષના છોકરાને એવો ચસકો લાગ્યો કે પોતાના શરીરની તાકાતને વધારવા માટે કુતરાએ ભોજન કરવાનું શરુ કરી દીધું

પ્રોટીન

ચેલેન્જની લીધે થઈ આ બધી રામાયણ

વાસ્તવિકતામાં આ ઘટના અમેરિકાના ન્યૂયોર્કની છે. એક અહેવાલ અનુસાર આ મામલો 21 વર્ષના છોકરા સાથે જોડાયેલ છે. આ છોકરાનું નામ હેનરી કલેરીસે છે. છોકરાએ આ મામલામાં રાઝ ખોલતા જણાવ્યું કે હાલમાં જ ટિકટોક પર એક ચેલેન્જ ચાલી રહ્યો હતો. આ ચેલેન્જના કારણે આ બધું થયું છે. તેમાં પ્રોટીન ઈનટેક વધારવા માટે અનોખી વસ્તુઓ ખાતો વીડિયો શેર કર્યો છે.

કાંકરા- પથ્થરની જેમ લાગ્વા લાગ્યું

હેરાનીની વાત તો એ છે કે મિત્રોને આમ કરતા જોઈને છોકરાએ આ ચેલેન્જમાં હિસ્સો લીધો હતો. આ ચેલેન્જમાં કેટલાક લોકોએ ચોકથી બનેલી સ્મૂધી પણ ખાધી હતી, કેટલાક લોકોએ બીજી કેટલીક વસ્તુંઓ પણ લીધી હતી. છોકરાએ વિચાર કર્યો કે તેને કઈક આવું જ કરવું જોઈએ. આ પછી તેને પોતાના પાલતૂ કુતરાનું પેડિગ્રી ખાવાનું શરુ કરી દીધું. છોકરાએ કહ્યું કે તેને કુતરાના ખાવાના નાના ટુકડા ખાધા અને મને આ કાંકરા અને પથ્થર જેવું લાગ્યું હતું

તેણે તેને એક જ વારમાં ઉઠાવી લીધો અને તેનો વીડિયો બનાવીને ચેલેન્જ મુજબ અપલોડ કર્યો. તે પછી શું થયું તેનો તેને ખ્યાલ નહોતો. તેમની તબિયત બગડી અને દવા લેવી પડી. તેણે કહ્યું કે તે ખાવામાં બિલકુલ સારું નથી. તેને ચાવવું પણ ખૂબ મુશ્કેલ હતું. કૂતરાના ખોરાકમાં ઉચ્ચ પ્રોટીન જોવા મળે છે, તેથી તેને ટાળવું જોઈએ. જ્યારે છોકરાની વાત સામે આવી તો લોકો તેના પર ભડકી ગયા.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV