GSTV
Home » News » વજન ઘટાડવા જાપાનીઓની જેમ આ રીતે ગરમ પાણીની સાથે ખાઓ આ એક વસ્તુ, રાતો રાત થશે કમાલ

વજન ઘટાડવા જાપાનીઓની જેમ આ રીતે ગરમ પાણીની સાથે ખાઓ આ એક વસ્તુ, રાતો રાત થશે કમાલ

ખરાબ લાઈફસ્ટાઈલ અને જંક ફૂડની આદતોના કારણે દર ત્રીજો વ્યક્તિ મેદસ્વિતાથી પરેશાન છે. આમ તો સાંભળવા મળે છે કે, જે લોકો વજન ઘટાડવાના કામમાં લાગ્યા છે તે લોકોને કેળાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, જાપાની લોકો વજન ઓછું કરવા માટે કેળાનું સેવન કરે છે. વજન કંટ્રોલ કરવા માટે આ લોકો દિવસની શરૂઆત આંશિક ગરમ પાણી અને કેળાથી કરે છે. એટલું જ નહીં આ વાતથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય પામ્યા છે અને તેઓ પ્રભાવિત પણ થયા છે.

તમે ઘણીવાર આંશિક ગરમ પાણી પીવાના ફાયદા ઘણા સાંભળ્યા હશે. ગરમ પાણી પીવાથી આપણા શરીરમાં મેટાબોલિજ્મ વધે છે. મેટાબોલિજ્મ વધવાનો મતલબ શરીરમાં ફેટ બર્ન કરવાની પાવરમાં વધારો કરવો.

જો વાત કેળાની કરીએ તો કેળા આપણા શરીરને ભરપૂર એનર્જી આપે છે. સવારે આના સેવનથી દિવસભર પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે. જ્યારે દિવસભરમાં આપણને ભુખ ઓછી લાગશે ત્યારે આપોઆપ વજન કંટ્રોલમાં રહેશે.

સંશોધનમાં જણાવાયું છે કે, આંશિક ગરમ પાણી અને કેળાના કોમ્બિનેશનથી ડાઈઝેશન સુધરે છે, તેની સાથે વજન પણ કંટ્રોલ થવામાં મદદ મળે છે. તો જાણીયે કઈ રીતે આંશિક ગરમ પાણી અને કેળાના કોમ્બિનેશનને ડાયટમાં સામેલ કરીયે?

સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ આંશિક ગરમ પાણી પીઓ, ત્યારબાદ અડધા કલાક પછી બે કેળા ખાઓ. આ ડાયટને જાપાનમાં અસા નાન કહેવામાં આવે છે. આ રીતને હિતોશી અને સુમિકો નામના બે જાપાનિઓએ આવિષ્કાર કરી છે.

નોંધ:- આંશિક ગરમ પાણીની સાથે કેળા ખાવાથી આમ તો શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ આનું સેવન શરૂ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

Read Also

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!