5 વર્ષની નાનકડી બાળકીનું વજન 45 કિલો થઈ ગયું છે. વાંચીને જરા શોકમાં ડૂબી જાઓ પરંતુ આ બાળકી સામાન્ય બાળક કરતાં ઘણું વધુ ખાય છે. તેમ છતાં તે ભૂખીની ભૂખી જ રહે છે. એવામાં તેની માતાએ રસોડામાં તાળું લગાવવું ફરજિયાત થઈ ગયું છે. કારણ કે તેની દીકરી વધુ ખાઈ ન શકે. હાર્લો કંઈ પણ ખાવાનું જોવે અને તેને ભૂખ લાગી જાય છે. ડોક્ટરોએ બાળકીના વધતા વજન પાછળનું ખાસ કારણ બતાવ્યું છે.

બ્રિટનમાં રહેતી 25 વર્ષીય હોલી વિલિયમ્સની દિકરી હાર્લોને એક દુર્લભ બીમારી છે. આ બીમારીનું નામ પ્રેડર વિલિ સિન્ડ્રોમ છે. આના કારણે 5 વર્ષની હાર્લો લગભગ 45 કિલો વજનની થઈ ગઈ છે. હાર્લો દરેક સમયે ભૂખી જ રહેતી હોયછે. જ્યારે પણ તેને કંઈ ખાવાનું દેખાય તે ઝાપટવા લાગી જાય છે. હાર્લો કંઈ વધુ પડતું ખાઈ પી ના લે એટલા માટે વિલિયમ્સને રસોડામાં તાળું લગાવીને રાખવું પડે છે. તેણે કહ્યું મારે ભવિષ્યમાં વધુ કડક ઉપાયો કરવા પડશે. જેમ જેમ હાર્લો મોટી થશે તેમ વધુ પાબંદીઓ લગાવવી પડશે. 6 મહિનાની ઉંમરે તેનામાં આ રોગની ખબર પડી હતી.

ડૉક્ટરોએ જણાવ્યું કે હાર્લોમાં ક્રોમોઝોમ 15 નથી, જે ભૂખને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોય છે. આ દુર્લભ રોગને કારણે, તે ગમે તેટલું ખાય પરંતુ તેનું પેટ સંતુષ્ટ થતું નથી. એક્સપર્ટના મતે આ એક દુર્લભ આનુવંશિક રોગ છે. યુકેમાં જન્મેલા દર 15,000 બાળકોમાંથી એકમાં આવી બીમારી જોવા મળે છે. ખાસ વાત એ છે કે હજુ સુધી તેનો કોઈ ઈલાજ શોધાયો નથી. સાવચેતી જ એકમાત્ર બચાવ છે. આ અંગે તાજેતરમાં જર્નલ પેડિયાટ્રિક્સમાં એક રિસર્ચ પેપર પ્રકાશિત થયું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્થૂળતાથી પીડિત બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેમાં 6 થી 11 વર્ષની ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. તેની પાછળ ખરાબ ખોરાક જવાબદાર હોવાનું જણાવાયું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર