GSTV
Health & Fitness Life Trending

હેલ્થ ટિપ્સ / ઓમિક્રોનના લક્ષણ દેખાવા પર ખાઓ આ હેલ્ધી વસ્તુ, ભરપૂર પોષણ સાથે મળશે અનેક ફાયદા

ઓમિક્રોન

Omicron Food: દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘણા દર્દીઓ કે જેઓ ઓમિક્રોનથી સંક્રમિત છે તેઓને ભૂખ ન લાગવાની સમસ્યા પણ થઇ શકે છે. આવી સ્થિતિમાં, લોકો સમજી શકતા નથી કે તેઓએ કયા ફૂડનું સેવન કરવું જોઈએ, જે લોકો ઓમિક્રોન, ડેલ્ટા અથવા ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત છે, તેમની ભૂખ ઓછી થઈ જાય છે. ઓમિક્રોન થવાથી ગળામાં સખત દુખાવો થાય છે અને ગળામાં કંઈક ડંખ મારતું હોય તેવું લાગે છે. કોઈપણ પ્રવાહી પીધા પછી પણ ગળામાં દુખાવો થાય છે. જાણો કઇ વસ્તુઓ તમારા માટે ફાયદાકારક રહેશે અને ગળાના દુખાવામાં પણ તેને ખાવું તમારા માટે મુશ્કેલ નહીં હોય.

દહીં

curd

ગળામાં દુખાવો અને ભૂખ ન લાગવાને કારણે તેને કંઈપણ ખાવાનું મન થતું નથી. જો તમે ઓમિક્રોનથી સંક્રમિત છો તો દહીંનું સેવન તમારા માટે સારું રહેશે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તમને તેને ગળવામાં કોઈ સમસ્યા નહીં થાય. તમે કેળાને દહીં સાથે પણ ખાઈ શકો છો. સોફ્ટ પ્રોબાયોટીક્સ ફૂડ લેવાથી તમને ફાયદો થશે.

સૂપ

ગળાને આરામ આપવા અને પોષણ માટે સૂપ પણ પી શકાય છે. સૂપમાં શાકભાજી નાંખો અને તેનું સેવન કરો. તેનાથી ફાયદો થશે.

લીલા પાંદડાવાળા શાકભાજી

પાંદડાવાળા અથવા રેસા વાળી શાકભાજીનું સેવન પણ તમારા માટે ફાયદાકારક રહેશે. પાલક, સરસવ, કોબી, ફૂલાવર મેશ કરીને ખાઓ. આ સિવાય મેથીનું શાક પણ ખાઈ શકાય છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં મદદ કરશે.

પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાઓ

ઓમિક્રોનના દર્દીઓ માટે હળવો ખોરાક લેવો મહત્વપૂર્ણ છે. તમે પ્રોટીન શેક લઈ શકો છો. જો તમને ગળામાં ખરાશ હોય તો તમે દૂધ અથવા પાણીમાં પ્રોટીન પાવડર મિક્સ કરીને પણ પી શકો છો.

ઇલેક્ટ્રોલાઇટ્સ વાળી ડ્રિંક પીવો

ઓમિક્રોન સંક્રમિત માટે પ્રવાહીનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઝાડા અને ઉલટીના કિસ્સામાં ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવતું ડ્રિંક પીવો. ઈલેક્ટ્રોલાઈટ્સ યુક્ત ડ્રિંક પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ પણ સામાન્ય રહેશે. ઈલેક્ટ્રલ પાવડર ઈલેક્ટ્રોલાઈટ્સ ડ્રિંકના રૂપમાં લઈ શકાય છે.

સાઇટ્રસ ફળો ખાશો નહીં

ઓમિક્રોન

સાઇટ્રસ ફળોમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, પરંતુ સાઇટ્રસ ફળોમાં થોડુ ટાર્ટ હોય છે, જે તેમને ગળવું મુશ્કેલ બનાવે છે. ઓમિક્રોનના દર્દીઓમાં ગળામાં દુખાવો થાય છે, તો ખાટાં ફળોના સેવનથી ગળાની સમસ્યા વધી શકે છે.

GSTV

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV