GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચી શકાય છે? WHOએ જણાવ્યું શું ખાવાનું અને શું નહીં

WHO

Last Updated on April 17, 2021 by Bansari

કોરોના સંક્રમણથી બચવા માટે ખાણી-પીણી સારી હોવી ખૂબ જ જરૂરી છે. જેથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થાય. ન્યૂટ્રિશન અને હાઇડ્રેશન દ્વારા તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને સંક્રમક રોગોનું જોખમ ઘટાડે છે. WHOએ જણાવ્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે ક્યા પ્રકારની ખોરાક આરોગવો જોઇએ. ગત વર્ષે 2020માં જ્યારે કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે ખાણી-પીણીમાં શું સાવચેતી રાખવી જોઇએ.

WHO

પ્રોસેસ્ડ ફૂડથી દૂરી

ટ્રાન્સ ફેટથી દૂર રહો. પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, ફ્રાઇડ ફૂડ, ફ્રોજન પિજ્જા જેવી વસ્તુ ખાવાથી બચો, કારણ કે કોઇ પણ પ્રકારના બીજા રોગ થવાથી કોરોના વાઇરસ થવાની સંભાવના વધી જાય છે. સ્થૂળતા, હ્રદય રોગ, સ્ટ્રોક, ડાયબિટીઝ અને કેટલાક પ્રકારના કેન્સરથી બચવા માટે મીઠું અને સક્કર ઓછી ખાઓ.

ડાઇટમાં આ વસ્તુ સામેલ કરો

ડાઇટમાં ફ્રેશ ફળ અને અનપ્રોસેસ્ડ ફૂડને સામેલ કરો. તેનાથી તમારા શરીરને જરૂરી વિટામીન, મિનરલ્સ, ફાઇબર પ્રોટીન અને એન્ટી ઓક્સિડેન્ટ મળશે. ખાવામાં ફળ, શાકભાજી, દાળ, બીન્સને સામેલ કરો.

રેસ્ટોરન્ટને કહો બાય-બાય

કોરોના એક બીજાના સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાય છે. તેથી બહાર જઇ ખાવાથી બચો.

8થી 10 ગ્લાસ પાણી પીવું

પાણી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે અને ઝેરી પદાર્થોને શરીર બહાર કાઢે છે. 8થી 10 ગ્લાસ પાણી જરૂર પીઓ. પાણી સિવાય ફળ-શાકભાજીના રસ અને લિંબૂ પાણીનું સેવન કરી શકાય છે. કોલ્ડ ડ્રિન્ક, સોડા અને કોફીથી દૂરી બનાવો.

WHO

મેન્ટલ હેલ્થની કાળજી લો

એવા લોકો પણ છે, જે પહેલાથી કોરોના વાઇરસ સામે લડી રહ્યા છે. એવામાં કોરોનાના દર્દીઓ માટે મેન્ટલ હેલ્થની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ નથી અનુભવી રહ્યા તો ડોક્ટરનો સંપર્ક કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!