GSTV
Health & Fitness Life Trending

ગરમીમાં પેટની સમસ્યાઓથી છૂટકારો મેળવવો હોય તો દહીં સહિત આ વસ્તુઓનું જરૂરથી સેવન કરજો, શરીરને ફાયદાકારક બેક્ટેરિયાનો છે સ્રોત

ગુડ અને બેડ, બોડીમાં બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. ગુડ રક્ષકના રૂપમાં અને બેડ બોડીને બીમાર પાડવાનું કામ કરે છે. બેડ બેક્ટેરિયાને દૂર ભગાડે છે અને ગુડ બેક્ટેરિયાની સંખ્યા બોડીમાં વધારવા માટે જરૂરી છે. આપણે જે દરરોજ ભોજન લઈએ છીએ. તેમાં ગુડ અને બેડ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. આ ડાયટ બોડીમાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે ગરમીઓમાં પેટની સમસ્યા વધી જાય છે. જેના પાછળ ગુડ બેક્ટેરિયાની ઉણપ જવાબદાર થાય છે.

દહીં પેટ માટે ફાયદાકારક

દહીને પ્રોબાયોટિક્સ એટલે કે ગુડ બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ગુડ બેક્ટેરિયા પેટમાં જઈને આંતરડાને સ્વસ્થ રાખે છે. દહીમાં પ્રોટીન પણ હોય છે. તે પણ પેટ માટે ફાયદાકારક છે.

તરબૂચથી રહે છે બોડી હાઈડ્રેટ

ગરમીમાં તરબૂચ શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી. આનાથી બોડી હાઈડ્રેટ રહે છે. આ પેટમાં ગુડ બેક્ટેરિયા વધારીને પેટને ઠંડુ કરવાનું કામ કરે છે. આના સેવનથી સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિન સુરક્ષિત રહે છે.

છાશ ભોજનને પચાવવામાં મદદરૂપ

ગરમીઓમાં લોકો છાશ પીવાનું પસંદ કરે છે. તે પેટમાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. ભોજન લીધા બાદ છાશ ભોજનને પચાવવામાં મદદ કરે છે. આંતરડા માટે પણ લાભદાયી છે. ગરમીઓમાં જો ડિહાઈડ્રેશનની સમસ્યા રહેતી હોય તો છાશ તેનાથી પણ બચાવ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV