GSTV
Home » News » ભરપુર એનર્જી અને વિટામીન માટે ખાવ મકાઈની ઉપમા, જોઈએ તેને બનાવવાની સરળ રીત

ભરપુર એનર્જી અને વિટામીન માટે ખાવ મકાઈની ઉપમા, જોઈએ તેને બનાવવાની સરળ રીત

સામગ્રી

અડધો કપ મકાઈનો લોટ, ¼ કપ વટાણા, ફૂલેવર અને ગાજર ઝીણા સમારેલા, મગફળીનાં દાણા, 2-3 ચમચી દેશી ઘી, ચપટી હીંગ, છીણેલું આદુ, જીરુ, 1 લીલુ મરચુ, 8-10 મીઠા લીમડાના પાન, સ્વાદમુજબ મીઠું.

બનાવવાની રીત

કઢાઈમાં એક ચમચી ઘી નાખીને મકાઈનો લોટ ગોલ્ડન રંગનો થાય ત્યાં સુધી શેકીને પ્લેટમાં કાઢી લો. સાથે જ ઘીમાં મગફળીને ક્રિસ્પી શેલો ફ્રાય કરો. બચેલા ઘીમાં જીરુ, હીંગ, લીલુ મરચુ, આદુ, મીઠુ, લીમડો, ગાજર, વટાણા અને ફુલાવર નાંખીને પાણી નાંખીને ચઢવા દો. ચડી ગયા બાદ તેમાં મકાઈનો લોટ નાખીને ગાઢ થાય ત્યાં સુધી હલાવતા રહો.  પાણી બળી ગયા બાદ અને બધી જ વસ્તુઓ સારી રીતે ચડી ગયા બાદ તેમાં મગફળીનાં દાણા અને કોથમીર નાંખીને ખાવ.

ફાયદો

100 ગ્રામ મકાઈના લોટમાં અન્ય શાકભાજીઓ અને મસાલાઓમાંથી મિનરલ, વિટામીન, આયરન ભરપુર માત્રામાં મળે છે. ઉર્જાથી ભરપુર મકાઈના લોટમાંથી બનેલા રોટલા, ખીચડી, હલવો વગેરેને શિયાળામાં વિશેષ રૂપથી ખાવામાં આવે છે. એવામાં તેના લોટને શેકીને બનાવેલી ઉપમાને નાસ્તામાં ખાવાથી આખા દિવસ માટે એનર્જી મળશે.

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!